રામગોપાલ વર્માને હાઈકોર્ટે રૂ.૧૦ લાખનો દંડ ફટકાર્યો

મુંબઈ : બોલિવુડના ફિલ્મ નિર્માતા રામગોપાલ વર્મા ફરી એક વખત ‘શોલે’ની આગમાં ફસાઈ ગયા છે. દિલ્હી હાઈકોર્ટે ૧૯૭૫ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘શોલે’ની રિમેક બનાવવા માટે રામગોપાલ વર્માને રૂ. ૧૦ લાખનો દંડ ફટકાર્યો છે. તેની સાથે જ કોર્ટે રામગોપાલ વર્માને પ્રધાનમંત્રી રાહતભંડોળમાં રૂ.૫૦ હજાર જમા કરાવવાનો પણ આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘શોલે’ના નિર્માતાના પરિવારજનોએ કોર્ટમાં ફિલ્મના કોપીરાઈટના ભંગ અંગે અરજી દાખલ કરી હતી. મૂળ શોલેના નિર્માતા વિજય સીપ્પી અને જી.પી.સીપ્પીના પુત્ર અને પૌત્ર સાસ્ચા સીપ્પીએ આ અરજી કરી હતી.

તે અરજી પર ચુકાદો સંભળાવતા જસ્ટિસ મનમોહનસિંહે જણાવ્યું હતું કે ફિલ્મ ‘શોલે’ના હક્કો સિપ્પી બ્રધર્સની પાસે છે.આ વાતની રામગોપાલ વર્માને ખબર હોવા છતાં તેમણે ઈરાદાપૂર્વક ફિલ્મ ‘શોલે’ની રિમેક ‘રામગોપાલ વર્મા કે શોલે’ ફિલ્મ બનાવી હતી. કોર્ટે રામગોપાલ વર્મા, તેમના પ્રોડક્શન હાઉસ મે.આરજીવી પ્રોડક્શન પ્રા.લિ, વર્મા કોર્પોરેશન અને મધુ વર્માને આ દંડ ફટકાર્યો હતો.

 

‘રામગોપાલ વર્મા કે શોલે’ના પાત્રો અગાઉની શોલેના જ છે. ફિલ્મના કેટલાક ડાયલોગ પણ જૂની શોલે ફિલ્મના જ છે.તે રીતે રામગોપાલ વર્મા એ કોપીરાઈટ એક્ટનો ભંગ કર્યો છે. અરજી પર પોતાનો ચુકાદો સંભળાવતા કોર્ટે આ દંડ ફટકાર્યો હતો.

You might also like