રાધે માંની 5 કલાક આકરી પુછપરછ : કોર્ટે જામીન ગ્રાહ્ય રાખ્યા

મુંબઇ : પોતાને દેવી ગણાવનાર રાધેમાંની કાંદિવલી પોલીસ સ્ટેશનમાં સળંગ 5 કલાક સુધી આકરી પુછપરછ થઇ હતી. શુક્રવારે દહેજ ઉત્પીડન મુદ્દે રાધે માંને કાંદિવલી પોલીસ સ્ટેશન પર પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પોલીસે સૂત્રોનાં અનુસાર રાધે માંને 70 સવાલો પુછવામાં આવ્યા હતા. 

રાધે માં આખો પર મોટા ગોગલ્સ ચડાવી અને હાથમાં ત્રિશુળ લઇને પોલીસ સ્ટેશન આવ્યા હતા. રાધે માંની સાડીનો રંગ જેટલો લાલ હતો તેનાં કરતા પણ વધારે લાલ હતો તેમની લિપસ્ટિકનો કલર. જ્યારે રાધે માં પોલીસ સવાલોનાં જવાબ આપી રહ્યા હતા તે જ સમયે મુંબઇ હાઇકોર્ટે તેમનાં આગોતરા જામીન મંજુર કર્યા હતા. જેનો અર્થ થયો કે આગામી બે અઠવાડીયા સુધી પોલીસ તેમની ધરપકડ કરી શકશે નહી. પરંતુ રાધે માં દરેક અઠવાડીયે બુધવારે 11 વાગ્યે સવારે અને બપોરે 1 વાગ્યે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે. 

32 વર્ષની એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે રાધે માંથી પ્રભાવિત થઇને તેનાં પતિ અને પરિવારનાં લોકોએ માનસિક અને શારીરિક રીતે તેનું ઉત્પીડન કર્યું. 50 વર્ષનાં રાધેમાએ આ આરોપોને ફગાવી દીધા હતા. રાધે માંનું કહેવું છે કે તે મહિલાએ આરોપ તેટલા માટે લગાવ્યા છે કારણ કે તેના સાસરીનાં લોકો મારા ભક્ત છે. 

You might also like