રાધેમા સેક્સ રેકેટ ચલાવે છેઃ મોડલ આર્શી ખાનનાે આક્ષેપ

મુંબઈઃ મુંબઈની અેક માેડલ અને કેટલીક ફિલ્માેમાં અભિનય આપી ચૂકેલી આર્શી ખાને આક્ષેપ કર્યાે છે કે રાધેમા સેક્સ રેકેટ ચાલાવે છે અને તેમણે તેને તેમાં ફસાવવાનાે પ્રયાસ કર્યાે હતાે. અેક ટીવી અહેવાલ મુજબ આર્શી ખાને જણાવ્યું કે રાધેમાના બિઝનેસ મેનેજર સાથે તેની મુલાકાત થઈ હતી. તે મિટ‌િંગમાં તેને સેક્સ રેકેટમાંં સામેલ થઈ જવા આેફર કરી હતી.  

આ અંગે આર્શી ખાને મુંબઈ પાેલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે કે તેને અનેક ફાેન નંબરાે દ્વારા ધમકી આપવામાં આવે છે. ફાેન કરનારા લાેકાે તેની સાથે વલ્ગર વાતાે કરે છે. આ અગાઉ આર્શી ખાનનું નામ પાક. ક્રિકેટર શાહિદ આફ્રિદી સાથે જાેડાઈ ચૂક્યું છે. આ ઉપરાંત આર્શી લખનૌમાં અેક ભાેજપુરી ફિલ્મના પ્રાેડ્યૂસરને તમાચાે મારી વિવાદમાં આવી હતી. આર્શીઅે આક્ષેપ કર્યાે હતાે કે પ્રેાડ્યૂસરે તેને ખાેટી દાનતથી અડકવાનાે પ્રયાસ કર્યાે હતાે. 

રાધેમા અંગે વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

You might also like