રાધેમાંએ ધાર્મિક ભાવના સાથે છેડછાડ કરી છે  

નવી દિલ્હીઃ અમેરિકાની ન્યૂયોર્ક પોલીસમાં સાર્જન્ટ ઓફિસર ઓમદેવ વર્માએ ધર્મગુરૃ રાધેમાં વિરુધ્ધ કાનૂની નોટિસ મોકલાવી છે. તેમનો આરોપ છે કે, રાધેમાંએ માતા વૈષ્ણવના કરોડો ભકતોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. ગઇકાલે સાંજે ૬.પપ કલાકે ન્યૂયોર્કથી ફોન ઉપર લગભગ રર મિનિટની વાતચીતમાં વર્માએ કહ્યું હતું કે, તેમણે ર૮ ઓગષ્ટે દિલ્હીની હાઇકોર્ટના વકીલ નિરજ યાદવ થકી રાધેમાં વિરુધ્ધ ધાર્મિક ભાવનાઓ સાથે છેડછાડ કરવાની નોટિસ મોકલીને ૧૦૧ મિલિયન અમેરિકી ડોલર્સ એટલે કે લગભગ ૬૬૮ કરોડ રૃપિયાના વળતરની માંગણી કરી છે.

ઓમદેવ વર્માએ કહ્યું હતું કે, હું દિલ્હીમાં રહેતો હતો. ૧૯૮૮માં મારો પરિવાર ન્યૂયોર્ક શિફટ થયો, અમારો પરિવાર પહેલેથી માતા વૈષ્ણવ દેવીનો ભકત છે. ઓમદેવ ન્યૂયોર્ક પોલીસમાં સાર્જન્ટ ઓફિસર છે. તેમના પાકીટમાં હંમેશા દુર્ગા માતાનો ફોટો હોય છે.

બે સપ્તાહ પહેલાં તેઓ ન્યૂયોર્કમાં પેટ્રોલિંગ કરતા હતા ત્યારે તેમની પોલીસ ટીમમાં તૈનાત યુરોપીય મૂળના એક અંગ્રેજે આવીને બે ફોટો બતાડયા જે રાધેમાંના હતા. ફોટામાં તે શૃંગાર કરીને હાથમાં ત્રિશુળ લઇને માં દુર્ગાની જેમ લાલ કપડામાં ઊભા હતા. એ અંગ્રેજે પૂછયું કે આ લેડી તમારા ગોડમધર છે? તો હું સાંભળીને આશ્ચર્યમાં મુકાયો હતો. ઓમદેવના કહેવા મુજબ મેં એક વીડિયો જોઇ કે તેમાં રાધેમાં ડાન્સ કરી રહ્યાં છે. જો આવી લેડી પર અંકુશ નહીં મુકાય તો ભારતની આવતી પેઢી વૈષ્ણવ દેવી કે દુર્ગામાંની ભકિતથી દૂર ચાલી જશે. ન્યૂયોર્કમાં ભારતીય મૂળના લોકો પણ નારાજ છે.

 

You might also like