રાતે શાંતિથી સૂવું હોય તો મોબાઈલ ફોનમાં રેડ સ્ક્રીન વાપરો

મોડી રાત સુધી સ્માર્ટફોન મંતર્યા કરવાથી લોકોને અનિદ્રાની અને એને કારણે બીજી જાતભાતની બીમારીઓ લાગુ પડવાની વ્યાપક ફરિયાદો સમગ્ર વિશ્વમાં થવા માંડી છે. જોકે સંશોધકો હવે સાંપ ભી મરે ઔર લાઠી ભી ન ટૂટે ટાઈપનું સંશોધન કરી લાવ્યા છે. તેમના કહેવા પ્રમાણે સ્માર્ટફોન-ટેબ્લેટની સ્ક્રીનમાંથી ઉત્સર્જિત થતી બ્લુ લાઈટ અાપણી અાંખો પર સતત મારો ચલાવે છે અને અાંખોને નબળી પાડવાની સાથોસાથ અાપણી ઊંઘ પણ હળી લે છે. એને બદલે જો બ્લુ લાઈટને ગાળી નાખે એવું લાલાશ પડતા રંગનું ફિલ્ટર વાપરવામાં અાવે તો અાંખો પર ઓછામાં ઓછુ સ્ટ્રેસ પડે છે અને અાપણી બોડી-ક્લોક પણ નથી ખોરવાતી.

You might also like