રાજ ઠાકરેનાં પત્નીને પોતાનો જ કૂતરો કરડતાં સર્જરી કરાવવી પડી

મુંબઈઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેનાં પત્ની શર્મિલાને તેમનાે જ ઘરેલુ અને પાલતુ કૂતરાે બચકું ભરીને ચહેરા પર કરડી જતાં તેનો ઘા એટલો ઊંડો હતો કે શર્મિલા ઠાકરેને તાત્કાલિક સર્જરી કરાવવી પડી હતી. આ ઘટના મંગળવારે બપોરે ૨.૦૦ વાગ્યે ઘટી હતી.

પોતાના જ પાલતુ કૂતરાએ કરડતાં શર્મિલા ઠાકરેને તાત્કાલિક તેમના શિવાજીપાર્ક સ્થિત નિવાસસ્થાનની નજીક આવેલી હિન્દુજા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કૂતરો કરડવાનું કારણ તેમના ચહેરા પરનો જખમ હોવાનું કહેવાય છે. શર્મિલા ઠાકરેને કૂતરો કરડવાથી મંગળવારે સાંજે તા©ત્કાલિક સર્જરી કરાવવી પડી હતી. હોસ્પિટલમાં દાખલ થયા બાદ પ્લાસ્ટિક સર્જન ડો. અનિલ ટિબરાવાલાએ શર્મિલા ઠાકરે પર પ્લાસ્ટિક સર્જરી કરી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે શર્મિલાના ચહેરા પરનો ઘા એટલો ઊંડો હતો કે તેમના ચહેરાનાં હાડકાંને અસર પહોંચી હતી. કૂતરાએ તેમના ચહેરા પર જ બચકું ભર્યું હતું. રાજ ઠાકરે પાસે છેલ્લા કેટલાક સમયથી જેમ્સ અને બોન્ડ નામના બે કૂતરા છે. ઠાકરેએ પોતાના નિવાસસ્થાને સૌથી નીચલા માળે બંને કૂતરાને રહેવા માટે અલગ વ્યવસ્થા કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ ઠાકરે પોતાના ઘરના ધાબા પર અવારનવાર કૂતરા સાથે રમે છે. તે બંને કૂતરાઓને પોતાના બાળક તરીકે રાખે છે. બંને કૂતરાને ટ્રેનિંગ આપવા માટે રાજ ઠાકરેએ એક ટ્રેનર પણ રાખ્યો છે.

 

You might also like