રાજસ્થાનમાં ATM દ્વારા દર્દીઓને વિનામૂલ્યે દવાઓ મળશે

જયપુર: રાજસ્થાનના જે વિસ્તારોમાં દર્દીઓના ઇલાજ માટે ડોકટરો પહોંચી શકતા નથી ત્યાં આગામી બે મહિનામાં ઓટોમેટિક વેન્ડિંગ મશીન એટલે કે હેલ્થ એટીએમ દ્વારા સામાન્ય લોકો સુધી દવા અને ઇલાજ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રાજ્ય સરકારે પીપીપી મોડલ હેઠળ સબ સેન્ટરો પર હેલ્થ એટીએમ લગાવવાની યોજના તૈયાર કરી છે. આ યોજના હેઠળ ઝાલાવાડના કનવાડા પીએચસી પર ખાનપુરિયા સબ સેન્ટર ખાતે એક પ્રોટો ટાઇપ મશીન લગાવવામાં આવ્યું છે. 

નવેમ્બરમાં આ રીતે ૧પ સબ સેન્ટર પર હેલ્થ એટીઅેમ લગાવવામાં આવશે. આ એટીએમ દ્વારા લોકોને વિના મૂલ્યે દવા મળશે એટલું જ નહીં. દર્દીઓની તપાસ પણ વિનામૂલ્યે કરવામાં આવશે.

પ્રથમ તબક્કામાં એટીએમ દ્વારા ૮૦ જેટલી દવાઓ મળશે. આ એટીએમ ટેલિ મેડિસિન કન્સેપ્ટ પર કામ કરશે. મશીન દ્વારા જ દર્દીની તપાસ કરવામાં આવશે. મશીન પાસે મૂકવામાં આવેલી ખુરશી પર દર્દી બેસશે. મશીનમાં લાગેલા સેન્સર દર્દીનું વજન, હાઇટ અને બીએમઆઇની તપાસ કરશે.

You might also like