રાજસ્થાનમાં અેક વીજજાેડાણ પર હવે ૧૦ સસ્તા અેલઈડી મળશે

જયપુરઃ રાજસ્થાનના તમામ વર્ગના વીજગ્રાહકાે હવે સબડિવિઝનમાં લાગેલા ઈઈઅેસઅેના કાઉન્ટર પરથી વાજબી ભાવથી ૧૦ અેલઈડી લઈ શકશે. આ માટે ગ્રાહકાેઅે કાઉન્ટર પર દરેક અેલઈડીદીઠ ૧૦૦ રૂપિયા ખર્ચવા પડશે. ગ્રાહકાેઅે આ માટે તેમના કનેકશનનું વીજબિલ અને આઈડી પ્રૂફ આપવાનું રહેશે. અત્યાર સુધી ઘરેલુ ગ્રાહકાેને માત્ર ત્રણ અેલઈડી જ અપાતાં હતાં. 

વીજ કંપનીની આ નવી યાેજનાથી કાેમર્શિયલ. ઈન્ડસ્ટ્ર‌િયલ  સહિત અન્ય ગ્રાહકાેને પણ લાભ મળી શકશે. અેલઈડી વિતરણનું કામ કેન્દ્રના સંયુકત અેકમ અેનર્જી અેફિશ‌િયન્સી સર્વિસ કંપની (ઈઈઅેસએલ) તરફથી કરવામાં આવશે.  આ અંગે જયપુર ડિસ્કોમના સીઅેમડી ભાસ્કર અે. સાવંતે જણાવ્યું કે રાજ્યમાં વીજળીની બચતને પ્રાેત્સાહન આપવા માટે ઈઈઅેસઅેલ તરફથી ડીઈઅેલપી કાર્યકમ હેઠળ રાહત ભાવે ગ્રાહકાેને આપવામાં ત્રણ અેલઈડીની સંખ્યા વધારીને ૧૦ કરવામાં આવી છે.

ગ્રાહકાેઅે અેલઈડી બલ્બ લેવા સાથે વિતરણ કાઉન્ટર પરથી ત્રણ વર્ષની ફ્રી રિપ્લેસમેન્ટ વાેરંટી રસીદ જરૂરથી મેળવી લેવી. ગ્રાહકાેની સુવિધા માટે આ કાઉન્ટર પર ટેકનિકલ ફાેલ્ટના કારણે ખરાબ થઈ ગયેલા અેલઈડીને બદલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જયપુરના વૈશાલીનગર, મુરલીપુરા, ઝાેટવાડા, માનસરાેવર, પ્રતાપનગર, રામબાગ, જગતપુરા, દુર્ગાપુરા, વિશ્વકર્મા, શાસ્ત્રીનગર, વિદ્યાધરનગર અને રામગંજ ખાતેના સબડિવિઝન કાર્યાલયમાં વાજબી દરથી અેલઈડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

You might also like