રાજસ્થાનના મોરડૂંગામાં માતા સહિત પાંચ પુત્રીની આત્મહત્યા

જયપુરઃ રાજસ્થાનના સીકર જિલ્લાના માેરડુંગા ગામમાં ગઈ કાલે સાંજે ઝેરી પદાર્થના સેવનથી માતા સહિત પાંચ પુત્રીનાં માેત થતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. પાેલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં આ બનાવ આપઘાતનાે હાેવાનું બહાર આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર માેરડૂંગા ગામના નિવાસી કાનારામને સંતાનમાં સાત પુત્રી છે, પણ પુત્ર નથી.

તે ગઈ કાલે સાંજે લગભગ સાડા ચાર વાગ્યે ખેતરથી ઘેર આવ્યાે હતાે ત્યારે તેને આ ઘટના અંગે જાણ થઈ હતી. કાનારામ જ્યારે ઘરમાં આવ્યાે ત્યારે તેની પત્ની અને ત્રણ પુત્રી મૃત હાલતમાં મળ્યાં હતાં. જ્યારે અન્ય બે પુત્રી અચેત હાલતમાં પડેલી જાેવા મળી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લાેકાેની મદદથી આ તમામને લાેસલના સામૂહિક આરાેગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતા ત્યારે ચિકિત્સકાેઅે આ તમામને મૃત જાહેર કર્યાં હતાં.

ચિકિત્સકોના જણાવ્યા અનુસાર આ તમામના માેત કાેઈ ઝેરી પદાર્થના સેવનથી થયાં છે. પાેલીસે હાલ આ અંગે અકસ્માત માેતનાે ગુનાે દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like