રાજયમાં યુવાનો આપઘાત કરતાં થયા છે : કોંગ્રેસ

રાજપીપલા : ગુજરાત સરકારે જે લોભામણું પેકેજ બહાર પાડયું છે તેને લોલીપોપ ગણાવી સરકારે જાહેર કરેલું પેકેજ પ્રજાના દાઝેલા ઉપર ડામ હોવાનું જણાવી પાટીદાર અનામત આંદોલન ગુજરાતમાં ઉગ્ર બનતું જતું હોઇ પાટીદાર યુવાન હવે ગુજરાતમાં આત્મહત્યા કરતાં થયા હોવાની ચિંતા નર્મદા કોંગ્રેસના આગેવાનોએ કરી હતી.

નર્મદા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલે તથા માજી ધારાસભ્ય પી.ડી. વસાવાએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, નવયુવાન ઉમેશ પટેલે કરેલી આત્મહત્યાના સંદર્ભે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલે પણ જણાવ્યું છે તે મુજબ માનવ જીવન ખૂબ જ મૂલ્યવાન છે, પાટીદાર યુવાનો અને તમામ ગુજરાતીઓને આવું પગલું ન ભરવા જણાવી ગુજરાત સરકારને આડે હાથે લેતા જણાવ્યું હતું કે, સરકાર પણ અહંકાર ન રાખે પરંતુ ગુજરાતના યુવાનોનો મનસ્થિતિ વિવ્હળ કેમ બની છે તેનો વિચાર કરે ડાઇગ ડિકલેરેશનને આખરી ગણવામાં આવે છે.

 

ઉમેશ પટેલે મૃત્યુ સમયે પત્ર લખીને ડાઇંગ ડિકલેરેશનમાં પોતાના આત્મહત્યા માટેના કારણો જણાવ્યા છતાં ગુજરાતના મુખ્યમંત્રી કહે છે કે પોલીસ તપાસ કરાશે પછી જ આત્મહત્યાનું કારણ જાણવા મળશે.

You might also like