રાજપથ ક્લબની રેસ્ટોરાંમાં ભાવ ઘટ્યા પણ સર્વિસ કથળી

અમદાવાદઃ રાજપથ ક્લબમાં તાજેતરમાં જ વહીવટ સંભાળનાર અને હાલ કર્ણાવતી ક્લબની ચૂંટણીમાં પણ ઝંપલાવનાર મેમ્બર્સ પાવર પેનલના પોકળ વહીવટની પોલ રાજપથ ક્લબની રેસ્ટોરાંના વહીવટમાં ખૂલી ગઈ છે. રાજપથ ક્લબમાં સત્તા સંભાળ્યા બાદ સતત સસ્તુ અાપવાની ગુલબાંગો પોકારનાર રાજપથ ક્લબના સત્તાધીશોઅે ફૂડ કોન્ટ્રેક્ટમાં ભાવ તો ઘટાડી નાખ્યા, પરંતુ સર્વિસમાં સભ્યોને જાેઈઅે તેવો સંતોષ અાપી શક્યા નથી. અા અંગે સભ્યઅે ફેસબુક પર પોસ્ટ મૂકીને મેમ્બર્સ પાવર પેનલને અાપેલા મત બદલ સારા વહીવટની માગણી કરી છે.

રાજપથ ક્લબની ચૂંટણીમાં દાણી પેનલ પર વિજય મેળવ્યા બાદ સત્તાનાં સૂત્રો સંભાળનાર મેમ્બર્સ પાવર પેનલના જગદીશ પટેલે વહીવટના પ્રારંભે જ સભ્યોને રેસ્ટોરાં અને કેન્ટિન સહીતના ભાવમાં ઘટાડાનું વચન અાપ્યું હતુ. અે ઘટાડો કરીને રાજપથ ક્લબના નવનિયુક્ત પ્રમુખ જગદીશ પટેલે તેમનું વચન તો પાળી બતાવ્યું, પરંતુ હવે રેસ્ટોરાં સહિતના સ્થળોઅે મળતી સર્વિસનું ધોરણ તેઅો જાળવી શક્યા નથી તેવી ફરિયાદ સતત ક્લબના સભ્યો કરી રહ્યા છે. ક્લબ ખાતે મોટા ભાગે ક્રીમ ક્લાસના સભ્યો જ અાવતા હોય છે અાવા સંજાેગોમાં સસ્તુ અાપીને અંતે સભ્યોને મળતી સર્વિસમાં ફરિયાદો વધવા લાગી છે.

રાજપથ ક્લબના જ અેક સભ્ય અેમ્મી બત્રાઅે અા અંગે ફેસબુક પર અેક પોસ્ટ મુકીને તેમાં રાજપથ ક્લબના વર્તમાન સત્તાધીશો સામેનો રોષ ઠાલવ્યો છે. પોસ્ટમાં જણાવ્યા મુજબ અેમ્મી તેમના વિદેશી મેહમાનો સાથે રાજપથ ક્લબ ખાતે અાવેલી રેસ્ટોરાંમાં ડિનર માટે ગયા હતા. રાત્રિના ૮-૫૦ વાગ્યે તેઅો રેસ્ટોરાંમાં પ્રવેશ્યા હતા અને સૌપ્રથમ તેમણે સબ્જી રોટીનો અોર્ડર કર્યો હતો. રેસ્ટોરાં સ્ટાફે સબ્જી તો પીરસી દીધી, પરંતુ છેક અેક કલાક બાદ રોટી પીરસવામાં અાવી. અેમ્મી પોસ્ટમાં જણાવે છે કે ૮-૫૦ વાગ્યે તેઅો રેસ્ટોરાંમાં પ્રવેશ્યા, પરંતુ છેક રાત્રિના ૧૧-૧૦ વાગ્યા સુધી રેસ્ટોરાંઅે તેમને ફૂલ અોર્ડર મુજબનું ભોજન પીરસ્યું ન હતું. પરિણામે વિદેશી મહેમાનો સામે તેમને નીચાજાેણુ થયું.

અેક મહેમાન તો તેમનું ડીનર છોડીને જ જતાં રહ્યા. અેમ્મી લખે છે કે અા અંગે તેમણે રેસ્ટોરાંના મેનેજમેન્ટ સમક્ષ ફરિયાદ પણ કરી, પરંતુ તેમની ફરિયાદ તરફ સ્ટાફે ધ્યાન જ અાપ્યુ નહી. અેમ્મીના પિતાને ડાયાબિટીસ હોવાથી તેમણે રેસ્ટોરાંમાં પ્રવેશતાની સાથે ઇન્સ્યુલિન લઈ લીધેલું તેથી તેમના માટે ભોજન લેવાનુ અનિવાર્ય બની ગયુ હતું, પરંતુ રેસ્ટોરાંની બેદરકારીને કારણે તેઅો સમયસર ભોજન લઈ ન શકતા અંતે કેટલાક સભ્યોઅે માનવતા દાખવીને તેમના પિતાને કેટલાક બિસ્કીટ્સ અાપ્યા અને તેનાથી જ અેમ્મીના પિતાઅે પેટ ભરવું પડ્યું. અેમ્મી બત્રાઅે તેની પોસ્ટમાં રોષ ઠાલવતાં લખ્યું છે કે જાે રાજપથ ક્લબ ખાતેની રેસ્ટોરાં થ્રી સ્ટાર હોટલ જેટલો ચાર્જ તેના સભ્યો પાસેથી વસુલતી હોય તો તે મુજબની સર્વિસ પણ અાપવી જાેઈઅે. પોસ્ટના અંતે અેમ્મીઅે રોષ સાથે મેમ્બર્સ પાવર પેનલને જણાવ્યું છે કે અમે તમને મત અાપ્યો છે તો હવે અમને પૂરતી સુવિધાઅો અાપવી અને ન્યાય અપાવવો તે તમારી ફરજ છે. અેમ્મી બત્રાઅે તેમની પોસ્ટમાં રાજપથ ક્લબ રેસ્ટોરાંના વહીવટ સામે ભારોભાર અસંતોષ વ્યક્ત કર્યો છે. અેમ્મી બત્રાની પોસ્ટ સંદર્ભે તેમના મિત્ર સી. અે. પ્રતીક શાહે પણ રોષ ઠાલવીને અા મુદ્દે અેકજૂથ થઈને વિરોધ નોંધાવવો જાેઈઅે તેવી કોમેન્ટ પણ કરી છે.

મેમ્બર્સ પાવર પેનલના ઉમેદવારો હાલ કર્ણાવતી ક્લબની ચૂંટણી લડી રહ્યા છે ત્યારે અા સમગ્ર વિવાદ અંગે કર્ણાવતી ક્લબના પ્રેસિડેન્ટ ગિરીશ દાણીઅે જણાવ્યું કે સસ્તું અાપવું અે અલગ વાત છે અને સામે સુવિધાઅો અાપવી અે પણ અલગ વાત છે. મેમ્બર્સ પાવર પેનલ પાસે ક્લબના વહીવટનો અનુભવ નથી અને તેથી જ અાવા ગોટાળા થઈ રહ્યા છે જેનો ભોગ અંતે સભ્યો બની રહ્યા છે. રાજપથ ક્લબ ખાતેની હેલ્થ ક્લબમાં પણ તેમણે ભાવઘટાડો કરતા હવે દરરોજ હેલ્થ ક્લબ ખાતે સભ્યોની અેવી તો ભીડ જામે છે કે શ્વાસ લેવાનું મુશ્કેલ બની જાય છે. ક્લબો ખાતે મોટા ભાગે અેલીટ ક્લાસના સભ્યો જ અાવે છે તેથી તેમને સસ્તા મોંઘાંની નહી, પરંતુ યોગ્ય સર્વસિની જ ફિકર હોય છે. અા સમગ્ર વિવાદ અંગે રાજપથ ક્લબના પ્રેસિડેન્ટ જગદીશ પટેલે જણાવ્યું કે અા પ્રકારની કોઈ ફરિયાદ તેમની પાસે હજુ સુધી અાવી નથી.

You might also like