રાજનાથ પહોંચ્યા લદ્દાખ : ચીનસાથેના સીમાડાઓની લીધી મુલાકાત

શ્રીનગર : કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે મંગળવારે લદ્દાખનાં સીમાવિસ્તારની મુલાકાત લીધી હતી. ખરાબ વાતાવરણનાં કારણે ગૃહમંત્રી સડક માર્ગે જ લદ્દાખ પહોંચ્યા હતા. રાજનાથે લદ્દાખમાં ચીનની અડતા તમામ સીમાડાઓ માપ્યા હતા. આ પ્રસંગે તેમણે વરિષ્ઠ આઇટીબીપી અધિકારીઓ સાથે પણ મુલાકાત યોજી હતી. આ દરમિયાન તેમની સાથે ભારત – તિબેટ સીમા પોલીસનાં મહાનિર્દેશક કૃષ્ણા ચોધી પણ હાજર રહ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે લદ્દાખમાં હાલમાં જ ભારતીય અને ચીની સેના વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પરિસ્થિતી તંગ થઇ ગઇ હતી. આ તે જ વિસ્તાર હતો. જ્યાં એપ્રીલ 2013માં પીપલ્સ લિબરેશન આર્મીએ પોતાની શિબિર બાંધી હતી. ત્યાર બાદ ત્રણ અઠવાડીયા સુધી ધર્ષણની પરિસ્થિતી રહી હતી. આ શનિવારે પણ ઉત્તરી લદ્દાખમાં બર્તસેમાં આઇટીબીપી તથા સેનાનાં જવાનોએ ચીની સેના દ્વારા બનાવાયેલ નિર્માણને તોડી પાડ્યું હતું. 

You might also like