રાજધાની દિલ્હીમાં ઘરમાં દારૂ રાખવા હવે ઈ-લાઈસન્સ મળશે 

નવી દિલ્હીઃ દિલ્હીમાં થાેડા સમય પહેલાં દારૂ પીનારા લાેકાેની ઉંમર અંગે વિવાદ થયાે હતાે. ત્યારે પર્યટન પ્રધાને દારૂ પીનારા લાેકાેની કાયદેસર વય વધારવા અપીલ કરી હતી. ત્યારે બીજી તરફ દિલ્હી સરકારે હવે જે લાેકાે પાેતાના ઘરમાં દારૂ રાખવા માગતા હાેય તેમના માટે અેકસાઈઝ આેફિસમાંથી લાઈસન્સ આપવાની યાેજના બાનવી છે. 

ત્રણ વર્ષ માટેની મુદતવાળા આ લાઈસન્સની કિંમત ૧૦ હજાર તથા પાંચ વર્ષની મુદતવાળા લાઈસન્સની કિંમત ૨૦ હજાર રહેશે. સરકારે આ લાઈસન્સને  ઈલેકટ્રાેનિક કરવાની અેલ-૩૦ નામની યાેજના બનાવી છે. 

જાે તે અમલમાં આવશે તાે ઘરમાં દારૂ રાખવા માટે આેનલાઈન ઈ લાઈસન્સ  લેવું પડશે. આ સાથે જ સરકાર ઘરમાં દારૂ રાખવાની માત્રાને વધારીને ૨૭ લિટર (હાર્ડ દારૂ) અને ૫૪ લિટર(બિયર) કરી શકાય તેમ છે. અેકસાઈઝ વિભાગ સાથે સંકળાયેલી આ બાબતના પ્રસ્તાવને સરકારની મંજૂરી મળવાની બાકી છે. જાે આવું શક્ય બનશે તાે દિલ્હીવાસીઆેને ઘરમાં વધુ દારૂ રાખવાની મંજૂરી મળી જશે.

You might also like