રાંચી : ફરીએકવાલ વાતાવરણ ડહોળાયુ : મોડી રાત્રે ભડકી હિંસા

રાંચી : ઝારખંડમાં રાંચીમાં હિંસા અટકવાનું નામ જ નથી લેતી. સોમવારે અડધી રાત્રે ફરીએકવાર હિંસા ભડકી ઉઠી હતી. મળતી માહિતી અુસાર બે સમુદાયોની વચ્ચે થયેલા ધર્ષણ બાદ હિંસા ભડકી ઉઠી હતી. બે મકાન અને એક રિક્ષાની આગ લગાડી દેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં સોમવાર મોડી સાંજથી જ પરિસ્થિતી વણસેલી છે. આ વિસ્તારમાં મોડી રાત્રે અંધાધુંધ ફાયરિંગની પણ ઘટનાઓ બની હતી. પોલીસે લોકોને શાંતિ જાળવી રાખવા માટેની પણ અપીલ કરી હતી. 

અગાઉ ઝારખંડમાં ચાર મંદિરોની સામે મીટનાં ટુકડા ફેંકવામાં આવ્યા બાદ પોલીસ સંપુર્ણ રીતે એલર્ટ થઇ ગઇ હતી. પોલીસનું માનવું છે કે અમુક અસામાજિક તત્વોનું આ કાવત્રું હોઇ શકે છે. પોલીસનું માનવું છે કે વાતાવરણ ડહોળવા માટેનો આ એક મલિન પ્રયાસ છે. આ મુદ્દે પોલીસે અત્યાર સુધીમાં ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. જેની પુછપરછ ચાલી રહી છે. પોલીસનું માનવું છે કે વાતાવરણ હજી પણ તંગ છે. જો તે પોલીસ સંપુર્ણ રીતે તૈયાર છે. 

મંદિરની બહારથી મીટનાં ટુકડા મળી આવ્યા બાદ આગચાંપીનાં બનાવો બન્યા હતા. વાતાવરણ સંપુર્ણ રીતે હહોળાઇ ગયું હતું. ત્યાર બાદ 48 કલાકમાં લોહદરગા, પલામુ અે છતરા જિલ્લામાં પણ આવી ઘટનાઓ બની હતી. 

You might also like