રસ્તા સાફ કરી ગાંધીજીને સ્મરણાંજલી આપતી શાહપુરની શાળા

અમદાવાદ : શાહપુરની એક શાળા દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જે સ્વચ્છતાની ગાંધીજી પોતાનું આખુ જીવન હિમાયત કરતા રહ્યા. આ સ્વચ્છતાનાં ગાંધીજીનાં સ્વપ્નને શાહપુરમાં આવેલી હિન્દી શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા સાકાર કરવાનો પ્રયાસ કરાયો હતો. હાલ સંપુર્ણ દેશમાં સ્વચ્છતા અભિયાનનો જુવાળ જોવા મળી રહ્યો છે.

શાહપુરમાં આવેલી હિન્દી શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા શાહપુર દરવાજાથી માંડીને દિલ્હી દરવાનાં સુધીનાં રસ્તાને સાફ કરવામાં આવ્યા હતા. સાથે સાથે ગાંધીજી તથા કસ્તુબરબાનાં પાત્રમાં રહેલા બે વિદ્યાર્થીઓ આ તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા હતા. તે ઉપરાંત સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવવા માટે શાળા દ્વારા વિસ્તારમાં એક લાખથી પણ વધારે પેમ્ફલેટ વહેંચવામાં આવ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે અસ્વચ્છતાનાં કારણે હાલ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ડેન્ગ્યુ જેવા રોગોએ માથુ ઉચક્યું છે. સરકાર દ્વારા પણ સ્વચ્છતા માટે લાખો રૂપિયાનાં ખર્ચાઓ કરવામાં આવે છે. જો કે જ્યાં સુધી નાગરિકો પોતે જવાબદાર વલણ નહી અપનાવે ત્યાં સુધી તમામ પ્રયાસો વ્યર્થ છે. આવી સમજ આપતા પેમ્ફ્લેટ વિદ્યાર્થીઓ દ્વારા વહેંચવામાં આવ્યા હતા. 

You might also like