રશિયાનું માનવરહિત અવકાશયાન અંકુશની બહાર 

વોશિંગ્ટન :  રશિયાનું માનવરહિત અવકાશયાન અંકુશની બહાર થઈ ગયું : પૃથ્વી પર ગમે ત્યારે પડે એવી શક્યતા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) માટે સાધનસામગ્રી, પુરવઠો લઈ જતું એક રશિયન માનવરહિત કાર્ગો અવકાશયાન અંકુશની બહાર થઈ ગયું છે અને પૃથ્વી પર ગમે ત્યારે પડે એવી શક્યતા છે. એક અધિકારીનું કહેવું છે કે અવકાશયાન અવકાશમાંથી પૃથ્વી તરફ પડી રહ્યુ છે તે બીજે ક્યાંય જઈ શકે એમ નથી.

પ્રોગ્રેસ નામક  અવકાશયાનને પૃથ્વી પર પડતું રોકવા રશિયાના સ્પેસ સંશોધન સત્તાવાળાઓ બધા જ પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ અવકાશયાન પૃથ્વી પર ક્યારે પડશે તેની ચોક્કસ આગાહી કરી શકે તેમ નથી.

 

પ્રોગ્રેસ એમ-૨૭ એમ અવકાશયાનમાં આઈએસએસ માટેનો સામાન ભરવામાં આવ્યો હતો અને એક સોયુઝ રોકેટે તેને ગયા મંગળવારે સફળતાપૂર્વક અવકાશમાં લોન્ચ કર્યું હતું, પણ ત્યાર બાદ તરત જ તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આમ, અવકાશયાન અંકુશની બહાર જતું રહ્યું છે. રશિયન સ્પેસ એજન્સીના પ્રવકતા મિખાઈલ ફેડેયેવ હાલ કોઈ કમેન્ટ કરવા તૈયાર નથી.

You might also like