રશિયન સૈનિકોને પકડો અને બદલામાં દસ લાખનું ઈનામ મેળવો

અલેપ્પાેઃ આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે સંકળાયેલા નુસરા ફ્રન્ટના આતંકવાદીઆેઅે રશિયન સૈનિકાેને પકડી લાવનારને ઈનામ આપવાની જાહેરાત કરી છે. સંગઠનનું કહેવું છે કે રશિયન સૈનિકોને પકડનારાઆેને ત્રણ મિલિયન સિરિયન પાઉન્ડ અથવા ૧૬૦૦૦ યુઅેસડી અેટલે કે લગભગ ૧૦ લાખ રૂપિયા આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સિરીયામાં રશિયન અેરફાેર્સ ત્રણ દિવસથી સતત આતંકવાદી સ્થળાેને નિશાન બનાવી રહી છે. તેનાથી આતંકવાદીઆે રાેષે ભરાયેલા છે. અહેવાલ મુજબ રશિયાના સુખાેઈ વિમાન ૫૦ થી વધુ આતંકવાદી સ્થળાેને નિશાન બનાવી ચુકયા છે.  

નુસરા ફ્રન્ટના અેક નેતા અબુ હસન અલ કુવૈતીઅે ટિવટ કર્યુ છે કે મારા મુજાહીદીન ભાઈઆે જે કાેઈ રશિયન સૈનિકને પકડીને લાવશે તેને અેક મિલિયન સિરિયન પાઉન્ડ ઈનામ તરીકે આપવામા આવશે. 

અલ કુવૈતીને નુસરા ફ્રન્ટના ધાર્મિક નેતા માનવામાં આવે છે. ટિવટર પર સમર્થકાે વચ્ચે બે પાેસ્ટર રજૂ કરવામાં આવી રહયા છે. અલ કુવૈતીની આ ટિવટને રવિવાર સુધી ૧૫૦થી વધુ વખત રિટિવટ કરવામા આવી છે. જાેકે સત્તાવાર રીતે આ ટિવટની પુષ્ટિ થઈ શકી નથી. 

પાેસ્ટરમાં શું છે…આતંકવાદીઆેઅે સાેશિયલ મીડિયા પર અરબી, રશિયન અને અંગ્રેેજી ભાષામાં પાેસ્ટર દ્વારા ઈનામની જાહેરાત કરી છે. અહેવાલ મુજબ પાેસ્ટરમાં અેક રશિયન સૈનિકને પકડીને લાવનારા આતંકવાદીને અેક મિલિયન સિરિયન પાઉન્ડ(૫,૩૦૦ અમેરિકી ડાેલર) નું ઈનામ આપવામાં આવશે. 

પુતીનને મારી નાખવાની ધમકી…આતંકવાદીઆેઅે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. ગત  શુક્રવારે ઈન્ટેલિજન્સ માેનિટરિંગ ગ્રૂપ અેસઆઈટીઈ(આતંકવાદી પ્રવૃતિઆે પર વાેચ રાખનાર સંગઠન) ના વડા રીતા કૈઝે આ અંગે ટિવટ કર્યું હતું. જ્યારે બુધવારે રશિયન સંસદમાંથી હવાઈ હુમલાની મંજૂરી મળ્યા બાદ રશિયન વિમાન આતંકવાદીઆેના સ્થળાેને નિશાન બનાવી રહ્યાં છે.

You might also like