રમતો અંગે મોદી ખુબ જ ઉંડુ જ્ઞાન ધરાવે છે : સાઇના નેહવાલ  

બેંગ્લુરૂ: સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ રમત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાણકારીથી ખુબ જ પ્રભાવિત થઇ હતી. તેણે પોતનો અનુભવ જણાવતા કહ્યું કે વડાપ્રધાનનું વર્તન તેની સાથે પરિવારનાં એક સભ્ય જેવું હતું. સાઇનાએ મોદીને પોતાનું એક રેકેટ પણ ભેટ આપવાનું વચન આપ્યું. આ મુલાકાત લગભગ અડધો કલાક ચાલી હતી. ત્યાર બાદ સાઇનાએ કહ્યું કે તેઓ મારા પરિવાર અને રમત અંગે એટલું બધુ જાણે છે કે મને લાગ્યું તે જાણે મારા પરિવારનાં જ સભ્ય છે. તેમણે કહ્યું કે વડાપ્રધાને બાળકોને રમત ગમત ક્ષેત્રે આગળ લાવવા માટે પરિવારની એક મોટી ભુમિકા હોવાની બાબત પર જોર દીધું હતું. સાઇનાએ કહ્યું કે મે તેમને આગામી વર્ષે રિયો ઓલમ્પિકમાં આવવા માટેનું પણ આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે રાષ્ટ્રમંડલ રમતોત્સવ, એશિયન રમતોત્સવ અને ઓલમ્પિત અંગે પણ વાત કરી હતી. 

રમત અને તેની જાણકારી અંગે તે મોદી વિશે શું વિચારે છે તે અંગે સાઇનાએ કહ્યું કે તેમને ભારતમાં રમત અને ખેલાડીઓ અંગે ઘણી જાણકારી ધરાવે છે. તેમને તે પણ ખ્યાલ છે કે દેશમાં કઇ રમત પર કયો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. તેમણે ગુજરાતમાં મુખ્યમંત્રી રહ્યા તે સમયે ખેલ મહાકુંભનાં આયોજન અંગે પણ જણાવ્યું હતું. સાઇનાએ કહ્યું કે મે વડાપ્રધાનને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી અને મારૂ રેકેટ ભેટ આપ્યું હતું જેના વડે મે વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઇનલ રમી હતી. વડાપ્રધાને તેને આશ્વાસન આપ્યું હતું કે આ રેકેટને તે પોતે વડાપ્રધાનને મળી ભેટનાં પ્રદર્શનમાં મુકશે.

You might also like