રણવીર-દિપીકાની ‘બોલ્ડ’ કીસ સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

મુંબઈ : રણવીર-દિપીકાના કિસ્સાઓ છેલ્લા ઘણા સમયથી મીડિયામાં ચર્ચામાં છે. તેઓ પોતાના રિલેશન હવે જાહેર કરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’માં આ જોડી જોવા મળશે. જે એરપોર્ટ પર હાથોમાં હાથ નાખીને મીડીયાની ચિંતા કર્યા વિના ફરતા જોવા મળ્યા હતા. 

બોલિવુડના આ ‘લવ બર્ડસ’ એરપોર્ટ પર અલગ જ લુકમાં જોવા મળ્યા હતા. રણવીરસિંહ કાળા ટી-શર્ટ, ગોગલ્સ, કેપ અને ડેનિમમાં જોવા મળ્યો હતો. જ્યારે દિપીકાએ પોલકા ડોટ્સ વ્હાઈટ જેકેટ, કાળુ ટોપ, ગોગલ્સ તથા કેપમાં જોવા મળી હતી. ગાડીમાં બેસતા પહેલાં રણવીર-દિપીકા વચ્ચે હોટ કિસ જોવા મળી હતી. આ બાબતોમાં રિઝર્વ રહેનારી દિપીકાનું આ બોલ્ડ પગલુ બી-ટાઊનમાં ચર્ચાસ્પદ બન્યુ છે. 

 

You might also like