રણબીર-દીપિકાની ‘તમાશા’

જ્યારથી રણબીર કપૂર અને દીપિકા પદુકોણની ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ બોક્સઓફિસ પર સુપરહિેટ ગઇ છે ત્યારથી નિર્માતા-નિર્દેશકો આ જોડીને ‌રીપિટ કરવાની ઇચ્છા રાખતા હતા, પરંતુ દીપિકા-રણબીર ત્યાં સુધી ફિલ્મ સાથે કરવા રાજી ન થયાં, જ્યાં સુધી તેમને ‌િસ્ક્ર‌પ્ટ પસંદ ન પડી. આ કેસમાં નિર્દેશક ઇમ્તિયાઝ અલીએ બાજી મારી લીધી. સૂત્રોનું કહેવું છે કે દીપિકા-રણબીરની કેમિસ્ટ્રીથી ઇમ્તિયાઝ ખૂબ જ પ્રભાવિત છે અને આ બંનેને ધ્યાનમાં રાખીને જ સ્ક્રિપ્ટ લખાઇ છે. રણબીર અને દીપિકાને પણ સ્ક્રિપ્ટ ખૂબ ગમી છે. રણબીર કપૂરને ઇમ્તિયાઝ સાથે પણ મધુર સંબંધો છે. ઇમ્તિયાઝ અલીની ‘રોકસ્ટાર’ ફિલ્મથી જ રણબીરની સ્ટારની છબી બની. બીજી તરફ દીપિકાએ પણ ઇમ્તિયાઝની ‘કોકટેલ’માં કામ કર્યું હતું અને આ ફિલ્મે જ તેની કરિયર બદલી નાખી. ઇમ્તિયાઝના નિર્દેશનમાં બનેલી ‘લવ આજ કલ’માં પણ તે કામ કરી ચૂકી છે.  ‘તમાશા’ ફિલ્મનું નામ પહેલાં વિન્ડો સીટ વિચારાયું હતું, તેને બદલીને ‘તમાશા’ નક્કી કરાયું. રણબીર અને દીપિકાના પ્રશંસકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ જોડીને સ્ક્રીન પર જોવી નાનાં-મોટાં સૌને ગમે છે. આ ફિલ્મ 27 નવેમ્બરે રિલીઝ થશે. વળી, રણબીર માટે આ ફિલ્મ ખૂબ મહત્વની છે. રણબીરે છેલ્લા ઘણા સમયથી હિટ ફિલ્મ આપી નથી. ‘બેશરમ’, ‘રોય’ અને ‘બોમ્બે વેલવેટ’ જેવી ફ્લોપ ફિલ્મની તેણે હેટ્રિક કરી લીધી છે. આ ફિલ્મ તેને ખરાબ સમયમાંથી બહાર કાઢે તેવી આશા છે. રણબીર-દીપિકાની સુપરહિટ જોડી ફરી એક વાર કમાલ કરે તેવી આશા છે. •
 
You might also like