રઘુરામ રાજને મધ્યમવર્ગીઅોને નિરાશ કર્યા

મુંબઈઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર રઘુરામ રાજને આજે જાહેર કરેલી નાણાકીય પોલિસીમાં નીતિગત વ્યાજમાં કોઈ ફેરફાર નહીં કરી યથાવત્ સ્થિતિ જાળવી રાખી છે. આરબીઆઈએ આજે જાહેર કરેલી પોલિસીમાં રેપોરેટ ૭.૨૫ ટકા યથાવત રાખ્યો છે. જ્યારે િરવર્સ રેપોરેટ ૬.૨૫ ટકા જાળવી રાખ્યો છે. એ જ પ્રમાણે કેશ રિઝર્વ રેશિ્યોમાં કોઈ ફેરફાર નહીં કરી ૪ ટકાના સ્તરે રાખ્યો છે. આમ આરબીઆઈએ નીતિગત વ્યાજના દરોમાં કોઈ ફેરફાર નહીં કરાતા લોન પરના વ્યાજના દરોમાં કોઈ ઘટાડો નહીં થાય.

દરમિયાન આરબીઆઈએ વ્યાજના દરોની યથાવત્ સ્થિતિ જાળવી રાખતા શેરબજારમાં પણ તેની નકારાત્મક અસર જોવા મળી હતી. ખાસ કરીને બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરના શેરોમાં નરમાઈ તરફી ચાલ જોવાઈ છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આજે જાહેર કરેલી પોલિસીમાં આગામી જાન્યુઆરી-માર્ચ ૨૦૧૬માં ફુગાવાના દરનો અંદાજમાં ૦.૨ ટકાનો ઘટાડો કર્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં જોવા મળેલી નરમાઈ તથા દેશમાં સારા ચોમાસાની અસરે ફુગાવાનો અગાઉનો લક્ષ્યાંક ઘટાડ્યો છે.

You might also like