યૂપી હાઇકોર્ટે પોણા બે લાખ શિક્ષકોની ભર્તીને અયોગ્ય ઠેરવી

અલાહાબાદ : ઉત્તર પ્રદેશની પ્રાથમિક શાળાઓમાં રહેલા 1લાખ75 હજાર શિક્ષામિત્ર શિક્ષકોની ભર્તી અલ્હાબાદ હાઇકોર્ટે રદ્દ કરી દીધી છે. હાઇકોર્ટે આ ભરતીને અયોગ્ય ઠેરવી છે અને કહ્યું કે નિયમોમાં ફેરફાર કરવાનો રાજ્યસરકારનો અધિકાર નથી. આ સાથે જ શિક્ષા મિત્રોને આપવામાં આવેલી ટ્રેનિંગ અને શિક્ષણને પણ અયોગ્ય ઠેરવ્યું હતું. 

અલ્હાબાદ હાઇકોર્ટમાં શનિવારે ચીફ જસ્ટિસ ડી.વાઇ ચંદ્રચુડની ડિવિઝન બેંચે આ ચુકાદો આપ્યો હતો. ચીફ જસ્ટિસ ઉપરાંત જસ્ટિસ દિપીલ ગુપ્તા અને જસ્ટિસ યશવંત વર્મા પણ બેન્ચનાં જજ હતા. આ શિક્ષકોને એપોઇન્ટમેન્ટ માટેનાં ઓર્ડર બીએસએએ વર્ષ 2014માં બહાર પાડ્યા હતા, જેને કોર્ટે રદ્દ કરી દીધા હતા. પ્રદેશમાં 1.71 લાખ શિક્ષામિત્ર છે. તેમની નિયુક્તિ ટેટ પરિક્ષા લીધા વગર જ ગ્રામ સ્તર પર મેરિટનાં આધાર પર કરવામાં આવી હતી. 2009માં તત્કાલી બસપા સરકારે તેમની બે વર્ષીય ટ્રેનિંગની પરવાનગી નેશ્નલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન પાસેથી મેળવી હતી. આ અનુમતીનાં આધારે તેમને બીટીસીની ટ્રેનિંગ આપવામાં આવી હતી. 

2012માં સત્તામાં આવેલી સપા સરકારે તેમને સહાયક અધ્યાપક પદ પર સમાવવાનો નિર્ણય લીધો. પહેલા ચરણમાં જુન 2014માં 58,800 શિક્ષામિત્રોને સહાયક અધ્યાપકનાં પદ પર સમાવવામાં આવ્યા. બીજા ચરમણમાં જુન 2015માં 73,000 શિક્ષામિત્ર સહાયક અધ્યાપક બનાવી દેવામાં આવ્યા. ત્રીજુ ચરણ યોજાય તે પહેલા જ સમગ્ર પ્રકરણ સુપ્રીમમાં પહોંચી ગયું. બીટીસી પ્રશિક્ષુ શિવમ રાજન સહિત ઘણા યુવાનોએ સમાયોજનની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે શિક્ષણમંત્રીનાં આયોજન પર સ્ટે મુક્યો હતો અને હાઇકોર્ટમાં રહેલી અરજીઓ પર અંતિમ ચુકાદો આપવા માટે જણાવ્યું હતું. આ ચુકાદાઓ આવી ગયા બાદ ખંડપીઠે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. 

You might also like