યૂએઇમાં દાઉદની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી ચાલુ

દુબઇ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યૂએઇ મુલાકાતનાં થોડા જ સમયમાં તેમની મુલાકાતની અસર થવા લાગી છે. ચૂએઇ દ્વારા અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની વિરુદ્ધ તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. સૂત્રો અનુસાર યૂએઇએ વડાપ્રધાન મોદીની મુલાકાત અંગે ભારત દ્વારા સોંપવામાં આવેલ દાઉદની 50થી વધારે સંપત્તિઓની જાણકારીનાં આધાર પર અહીં તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. 

મળતી માહિતી પ્રમાણે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે પહેલા ભારત દ્વારા સોંપવામાં આવેલી જાણકારી આધાર પર દાઉદની સંપત્તિની જાણકારી એકત્રીત કરી અને ત્યાર બાદ આ સંપત્તિ જે લોકોનાં નામ પર છે તેમને નોટિસ મોકલવામાં આવી છે. અંદાજાઓ લગાવવામાં આવી રહ્યા છે કે ટુંક જ સમયમાં આ સંપત્તિઓ જપ્ત કરવાનું કામ પણ ચાલુ કરી દેવામાં આવશે. યૂએઇનું આ પગલુ ભારત માટે એક મોટી સફળતાનાં રીતે સ્વિકારવામાં આવી રહી છે. 

You might also like