યુવતીઓ માટે ખાસ, અભ્યાસ સાથે મેળવો મહિને રૂ 10000

યુ.જી.સી (યૂનિવર્સિટી ગ્રાન્ટ કમિશન) સમાજ વિજ્ઞાનમાં રિસર્ચ માટે સિંગલ ગર્લ ચાઇલ્ડ માટે સ્વામી વિવેકાનંદ સ્કોલરશિપ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતરગત વિદ્યાર્થીને પ્રથમ બે વર્ષ સુધી દર મહિને 8000 રૂપિયા આપવામાં આવશે અને ત્રીજા અને ચોથા વર્ષે દર મહિને 10000 રૂપિયા આપવામાં આવશે. મહિલાઓમાં એજ્યુરેશનનું સ્તર વધારવા માટે આ સ્કોલરશિપ શરૂ કરાઇ છે.

સ્કોલરશિપ મેળવવા માટેની લાયકાતઃ 

– આ સ્કોલરશિપ માટે એવી યુવતીઓ અપ્લાય કરી શકે છે જે અમના માતા-પિતાની એક માત્ર સંતાન હોય. 

– વિદ્યાર્થિનીએ માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટીમાં સમાજ વિજ્ઞાનમાં પીએચડી કરવા માટે એડમિશન મેળવ્યુ હોય.

– જનરલ કેટેગરીની વિદ્યાર્થિનીઓ માટે વય મર્યાદા 40 વર્ષ છે અને

– આરક્ષિત વર્ગની વિદ્યાર્થિનીઓ માટે વય મર્યાદા 45 નક્કી કરવામાં આવી છે. 

– અરજી મોકલવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર

– વેબસાઇટ : http://www.ugc.ac.in/

You might also like