યુનોમાં મોદી અને શરીફે દૂરથી જ હાય કર્યું

યુનો : દ્વિ-પક્ષીય સંબંધો ઠંડા પડવાની વચ્ચે પીએમ મોદી અને પાક.વડાપ્રધાન નવાઝ શરીફનો ગઇકાલે રાત્રે યુનોની શાંતિ સુરક્ષા શિખર બેઠકમાં આમનો સામનો થતા બંનેએ હાથ હલાવી એકબીજાનું અભિવાદન કર્યું હતું. બંનેએ એકબીજાને નિહાળીને સ્મિત કર્યું હતું.

 

ઓબામા તરફથી બોલાવવામાં આવેલા આ શિખર સંમેલનમાં પહેલા મોદી સંમેલનના સ્થળે પહોંચ્યા હતા. તેની થોડી મિનિટો પછી નવાઝ શરીફ આવ્યા હતા અને તેઓએ મોદીને જોઇને હાથ હલાવ્યો હતો. જવાબમાં મોદીએ પણ હાથ હલાવ્યો અને સ્મિત આપ્યું હતું. તે પછી થોડીક ક્ષણો બાદ મોદીએ ફરી શરીફ જોઇને હાથ હલાવ્યો અને શરીફે પણ આવું જ કર્યું અને સ્મિત આપ્યું હતું. યુનોના સંમેલનમાં બંને નેતાઓનો પહેલી વખત આમનો સામનો થયો હતો.

બંને નેતાઓ સંમેલનના રૃમમાં યુ શેઇપના ટેબલ ઉપર આમને સામને હતા. યુનોની બેઠક પહેલા એવા સવાલો ઉઠતા હતા કે, બંને નેતાઓ મળશે કે નહી? બંને નેતાઓ વચ્ચે વાટાઘાટો થશે કે નહિ? સવાલ એટલા માટે ઉઠયા હતા કે મોદી અને શરીફ એક જ હોટલમાં ઉતર્યા હતા. જો કે ભારતે સ્પષ્ટ કહી દીધું હતુંુ કે, પાકિસ્તાન સાથે કોઇ વાટાઘાટો નહીં કરાય.

You might also like