યુનિવર્સિટીમાં સેલ્ફ ફાઈનાન્સના સાત કોર્સ એક જ સ્થળે ચાલશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીમાં ચાલતા સાત જેટલા સેલ્ફ ફાઈનાન્સ કોર્સને મર્જ કરવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા ચલાવાતા ફોરેન્સિક સાયન્સ, લાઈફ સાયન્સ, બાયોટેકનોલોજી, એમએસ ડબ્લ્યુ , પોર્ટ મેનેજમેન્ટ જેવા સાત કોર્સ અલગ અલગ વિભાગોમાં અલગ અલગ રીતે ચલાવવામાં આવે છે તેને બદલે આવા સેલ્ફ ફાઈનાન્સ કોર્સને એક જ સ્થળેથી અને એક જ નેજા હેઠળ ચલાવવાનો નિર્ણય યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે.

યુનિવર્સિટીમાં આવા સેલ્ફ ફાઈનાન્સ કોર્સને અલગ અલગ વિભાગ દ્વારા પોતપોતાની રીતે પોતાના વિભાગમાં ચલાવવામાં આવે છે. આવા કોર્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦થી ૧ર ની રહેતી હતી. જેના માટે દરેક વિભાગમાં કો ઓર્ડિનેટર, ફેકલ્ટી, સ્ટાફ સહિતની જરૂરિયાત રહેતી હતી. જેના કારણે યુનિવર્સિટી દ્વારા આવું વધારાનું ભારણ દૂર કરવા માટે આવા સાત કોર્સને એક જ બિલ્ડિંગમાં અેક જ નેજા હેઠળ મર્જ કરવાનો નિર્ણય લેવાયો છે.

You might also like