યુદ્ધાભ્યાસને બહાને ભારતની સરહદ નજીક પહોંચતું ચીન

જયપુરઃ રાજસ્થાનના જૈસલમેર અને બાડમેરને સાંકળતી સરહદ પર યુદ્ધ ક્ષમતાને વધુ મજબૂત બનાવવા ચીન ફરી અેકવાર પાકિસ્તાન સાથે સંયુક્ત યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે. જૈસલમેર સામે સરહદ પાર પાકિસ્તાન અને ચીનનું આ બીજુ સંયુકત ડેઝર્ટવાેર અે અેક ગેઈમ અેકસરસાઈઝ છે.

ગત આઠમી સપ્ટેમ્બરથી શરૂ થયેલા આ યુદ્ધાભ્યાસને સહીન ઈગલ-૪ નામ આપવામાં આવ્યું છે. જે આગામી મહિના સુધી ચાલશે. આ અંગે સૂત્રાેઅે જણાવ્યું કે ચીન તરફથી પાકિસ્તાનનાે સુરક્ષા ક્ષેત્રે તમામ પ્રકારે આપવામાં આવતાે સહકાર ભારત માટે ચિંતાનાે વિષય બની રહ્યાે છે.

પાકિસ્તાન અને ચીન વચ્ચે વધતા જતા સંંબંધાે અંગે અભ્યાસ કરવામાં આવી રહ્યાે છે. હવે ચીન ફરીવાર રાજસ્થાનને સાંકળતા રેતાળ સીમા નજીક પાકિસ્તાન સાથે યુદ્ધાભ્યાસના બહાને પહાેંંચી ગયું છે. આેગસ્ટ ૨૦૧૨માં ફણ જૈસલમેર સામે પાકિસ્તાન-ચીનનાે અેક સંયુકત યુદ્ધાભ્યાસ થયાે હતાે. જેને ચાઈના નામ આપવામાં આવ્યું હતું.  

જૈસલમેર જિલ્લામાં કિશનગઢ વિસ્તારમાં ત્રણ પાકિસ્તાની બાળકાેેને ગામના લાેકાેઅે પકડીને બીઅેસઅેફને સાેંપી દીધા હતા. આ અંગે મળતી માહિતી અનુસાર આ ત્રણેય બાળક રમતા રમતાં વાડ ફેન્સિંગ નીચે ખાડાે ખાેદી ભારત પહાેંચી ગયા હતા. બીઅેસઅેફના અધિકારી હાલ આ બાળકાેની પૂછપરછ કરી રહ્યા છે.

You might also like