યમુનામાં વધતા જળ સ્તરથી દિલ્હી, યુપી અને બિહારમાં ચેતવણી

નવી દિલ્હી: ભારે વરસાદથી અેક તરફ બિહારથી પશ્વિમ બંગાળ સુધી પૂરનાે ખતરાે વધી ગયાે છે ત્યારે સાેમવારે યમુના નદીની જળસપાટી ૨૦૪ મીટરને વટાવી જતાં દિલ્હી, યુપી અને બિહારમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે તેમજ આ વિસ્તારના નીચાણવાળા વિસ્તારના લાેકાેને સતર્ક રહેવા જણાવ્યું છે. 

આ અંગે અધિકારીઆેઅે જણાવ્યું કે જૂના યમુના પુલ પર સાેમવારે સાંજે ચાર કલાકે જળ સ્તર ૨૦૪.૨૬ મીટર હતું. જે ચેતવણીના સ્તરથી ઉપર છે, જાેકે અત્યાર સુધી દિલ્હીના કાેઈ પણ વિસ્તારમાં તેની અસર થઈ નથી. આ અંગે મહેસૂલ વિભાગના નાયબ કમિશનર કૃણાલે જણાવ્યું કે વધતી જળ સપાટી ભયજનક સ્તરથી અંદર છે. તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે રવિવારે હથિનીકુંડ ડેમમાંથી ૯૦ હજાર કયુસેક પાણી છાેડવામાં આવ્યું હતુ.

જેને દિલ્હી પહાેંચતા ૩૬ કલાકનાે સમય લાગશે. તેમણે વધુમાં જણાવ્યું કે હથિનીકુંડથી પાટનગર સુધી પાણી પહાેંચતાં થાેડા દિવસ લાગે તેમ છે. તમામ વરિષ્ઠ અધિકારીને આ અંગે સતર્ક કરી દેવાયા છે અને તેઆે  સ્થિતિ પર વાેચ રાખી રહ્યા છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. દિલ્હીમાં જળસ્તરની દેખરેખ જુના રેલવે પુલ પાસે કરવામાં આવે છે.

You might also like