યમન : હોટલ પર રોકેટ વડે હૂમલો : વડાપ્રધાનનો આબાદ બચાવ

દુબઇ : યમન સરકારનાં વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા દક્ષિણી શહેર અદનની એક હોટલ પર આજે રોકેટ વડે હૂમલો કરવામાં આવ્યો હતો. જેમાં વડાપ્રધાન ખાલીદ બહાહ બચી ગયા હતા. જો કે આ હુમલામાં 18 લોકોનાં મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે સેંકડો લોકો ઘાયલ થવાની પણ માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

અદન ખાતે આવેલી હોટલ અલ કસ્ત્રનો ઉપયોગ વડાપ્રધાન અને અન્ય અધિકારીઓ કરે છે. હોટલ પર આજે સવારે ત્રણ રોકેટ છોડવામાં આવ્યા હતા. સરકારી સુત્રો અનુસાર વડાપ્રધાનને કોઇ નુકસાન પહોંચ્યુ નથી. અધિકારીઓએ જો કે તે જણાવ્યું નથી કે મૃતકોમાં અને ઘાયલોમાં અધિકારીઓ પણ છે કે નહી. 

અદન બહારનાં ભાગમાં આવેલ અલ કાસ્ત્ર હોટલ પર હૂમલા બાદ તેમા આગ લાગી ગઇહ તી. રોકેટ હોટલનાં પ્રવેશ દ્વાર પર જ પડ્યા હતા. ઘટનાં સ્થળ પર સિવિલ ડિફેન્સની એમ્બ્યુલેન્સ જોવા મળી હતી. વડાપ્રધાન બહાહ અને તેમનાં મંત્રી અદનમાં છે. તેમણે અદનની પોતાની અસ્થાઇ રાજધાની જાહેર કરી છે. 

You might also like