યમન દ્વારા હુમલામાં એક ભારતીયનું મોત : બે ઘાયલ

નવી દિલ્હી : સાઉદી અરેબિયાના જિઝાન પ્રાંતમાં સમતાહ જનરલ હોસ્પિટલની આસપાસ યમન દ્વારા કરાયેલા મોર્ટાર હુમલામાં એક ભારતીયનું મોત નીપજ્યું હતું અને અન્ય બે ઘાયલ થયાં હતાં. મૃતકની કેરળના ફારૃક તરીકે ઓળખ થઈ હતી. જ્યારે બે ઘાયલોમાં બિહારના મોહમ્મદ સાદિક અને કેરળના સન્ની થોમસનો સમાવેશ થાય છે. તેમ સત્તાવાર સાધનો એ જણાવ્યું હતું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ ઘટનાને ટ્વિટર પર સમર્થન આપ્યું હતું. પ્રવક્તા વિકાસ સ્વરૃપે ટ્વિટ કર્યું હતું કે જેદ્દાહ ખાતેના આપણા કોન્સુલ જનરલ મુજબ હુમલામાં એક ભારતીયનું મૃત્યુ થયું હોવાનું અને અન્ય બે ઘવાયા હોવાનું જણાવાયું છે. શુક્રવારે વહેલી સવારે યમનના બળવાખોરોએ આ હોસ્પિટલ પર હુમલો કરતાં જે ચાર જણાં માર્યા ગયા હતાં તેમાં એક ભારતીયનો સમાવેશ થાય છે.

 

 

You might also like