યમનમાં બકરી ઈદની નમાજ દરમિયાન સુસાઇડ એટેક, 29ના મોત

સના: યમનની રાજધાની સનામાં એક શિયા મસ્જિદમાં થયેલા બે સુસાઇડ બ્લાસ્ટમાં 29 લોકોના મોત નિપજ્યા છે. જ્યાં બ્લાસ્ટ થયો છે, તે વિસ્તાર વિદ્રોહીના કબજામાં આવે છે. આ બ્લાસ્ટમાં 30 લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે સવારે બકરી ઇદની નમાજના સમયે આ હુમલો થયો હતો. 

બ્લાસ્ટના સમયે ત્યાં હાજર લોકોએ જણાવ્યું હતું કે પોલીસ એકેડમીની પાસે બલીલી મસ્જિદમાં ઇદ અલ-અધા (બકરી ઇદ)ની નમાજ દરમિયાન બે સંદિગ્ધ હુમલાવરોએ પોતાને ઉડાવી દીધા હતા. અત્યાર સુધી કોઇ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. સનામાં ગત ત્રણ મહિનામાં મસ્જિદને ટાર્ગેટ બનાવી આ છઠ્ઠો હુમલો છે. 

યમનમાં રાષ્ટ્રપતિ અબ્દ રબ્બૂ મંસૂરી હાદીના નેતૃત્વવાળી સરકારનું સમર્થન કરનાર નવ અરબ દેશોની અલાયંસ આર્મી સતત શિયા હાઉતી વિદ્રોહીઓને ટાર્ગેટ બનાવી રહી છે. 

સંયુક્ત રાષ્ટ્રના આંકડા અનુસાર યમનમાં વિદ્રોહીઓની સાથે સંઘર્ષમાં લગભગ 4,900 લોકોના મોત નિપજ્યાં છે. મૃતકોમાં 2,200થી વધુ નાગરિકો સામેલ છે. તેમાં બાળકોની સંખ્યા હજારોમાં બતાવવામાં આવી રહી છે. 

 

You might also like