મોબાઇલ બાદ Xiaomi હવે ભારતીય TV બજાર પણ કરશે સર 

નવી દિલ્હી : મોબાઇલ માર્કેટમાં મોટી મોટી કંપનીઓને ધુળ ચાટતી કરી દેનાર Xiaomi હવે ટીવી માર્કેટમાં પણ પોતાનો પગપેસારો કરવાની તૈયારી કરી રહી છે.  ટીવીની દુનિયામાં પણ ઉત્ક્રાંતી ચાલુ થઇ ગઇ છે. સૌથી સસ્તા ટેલિવિઝનમાં Xiaomi ટીવી-2 નામની અત્યાધુનિક ટેકનોલોજીવાળુ ટીવી ભારતમાં લોન્ચ કરવા માટેની તૈયારી કરી રહ્યુ છે. આ સ્માર્ટ ટીવીની ખાસીયતો વાંચીને તમારી આંખો ફાટીની ફાટી રહી જશે અને ભાવ વાંચ્યા બાદ મોઢુ.

Xiaomi જે ટેલિવિઝન લોન્ચ કરવા જઇ રહ્યુ છે તે ટેલિવિઝનની સૌથી ખાસ વાત છે કે તેની 40 ઇંચની ફુલ એચડી ડિસપ્લે અપાઇ છે. આ સ્ક્રીન ફુલ એચડી હોવા ઉપરાંત આ ટીવી એન્ડ્રોઇડ 4.4 કિટકેટ ઓએસ પર કામ કરે છે. લગભગ 14.5 એમએમ જાડુ આ ટીવી દુનિયાના સૌથી સ્લિમ ટીવી પૈકીનુ એક છે. 

Xiaomi એમઆઇ ટીવી -2માં ડોલ્બી એમએસ – 12 વર્ચુઅલ સરાઉન્ડ સાઉન્ડ ટેકનોલોજી પણ આપવામાં આવી છે. જેમાં આવનારા અવાજો ખુબ જ સ્પષ્ટ હોય છે. આ ટીવી લગભગ મોટા ભાગનાં ઓડિયો ફોર્મેટને સપોર્ટ કરે છે. તેમાં 1.5 જીબી રેમ, 8 જીબી ઇન્ટરનલ મેમરી અને 1.45 ગીગા હાર્ટઝ ક્વોડકોર પ્રોસેસર આપવામાં આવ્યા છે જેથી તેનુ પરફોર્મન્સ સારુ રહે.

40 ઇંચની સ્કીનવાળા Xiaomiનુ આ ટીવી જો તમે ખરીદવા માંગતા હો પરંતુ તમારુ ખીચ્ચુ વધારે ખર્ચ કરવાની મનાઇ કરતુ હોય તો તમારે જરાય નિરાશ થવાની જરૂર નથી. કારણ કે આ ટીવી માત્ર 320 ડોલર એટલે કે લગભગ 20,000માં ભારતીય બજારમાં વેચામ માટે મુકાશે.

You might also like