મોદી સરકારને માંસ પ્રતિબંધ, ઘર વાપસી સાથે લેવા દેવા નથી

નવીદિલ્હી : સંસદીય બાબતોના રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આજે કહ્યું હતું કે, મોદી સરકાર માંસ ઉપર પ્રતિબંધ અને ઘર વાપસીને પ્રોત્સાહન આપી રહી નથી. તેમણે કહ્યું હતું કે,આ પ્રકારના વિવાદો સાથે મોદી સરકારને કોઇ લેવા દેવા નથી. નકવીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે, દેશના ચોક્કસ ભાગોમાં માંસ ઉપર પ્રતિબંધ જેવા મુદ્દા સાથે એનડીએ સરકારને કોઇ પણ લેવા દેવા નથી.

બોલીવુડના સંગીતકાર એઆર રહેમાન સાથે સંબંધિત વિવાદ અંગે પુછવામાં આવતા ભાજપના નેતાએ કહ્યું હતું કે, ફતવા અને ઘર વાપસી જેવા કાર્યક્રમો સંકોચિત વિચારધારા ધરાવનાર લોકો દ્વારા ચલાવવામં આવી રહ્યા છે. એઆર રહેમાન ભારતના એક સન્માનીય નાગરિક છે. એઆર રહેમાન પણ દેશના અન્ય બીજા નાગરિકની જેમ જ કોઇપણ જગ્યાએ જવાની સ્વતંત્રતા ધરાવે છે. તેમના કામના સંદર્ભમાં તેઓ કોઇપણ કામ કરી શકે છે. સંગીત સાથે સંબંધિત કામ અન્યોને પણ ફાળવી શકે છે.

 

સરકાર સંપૂર્ણ સહકાર સાથે આગળ વધી રહી છે. દેશના વિકાસ ઉપર સરકારનું ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ પ્રકારના વિવાદો ઉઠાવવા બદલ નકવીએ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો ઉપર પ્રહારો કર્યા હતા. વિરોધ પક્ષો હવે પતનના આરે પહોંચ્યા છે ત્યારે આ પ્રકારના આક્ષેપો કરીને લોકપ્રિયતા મેળવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. મોદી સરકારવિકાસમાં જ રસ ધરાવે છે. લાંબા ગાળાની સમસ્યાઓને કઇરીતે ઉકેલવામાં આવે તે દિશામાં પહેલ થઇ રહી છે. બિહારમાં વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં નકવીએ કહ્યું હતુંકે, પાર્ટી ચૂંટણી માટે સંપૂર્ણપણે તૈયાર છે. દરેક ચૂંટણી પાર્ટી માટે મહત્વપૂર્ણ છે. ચૂંટણીને હળવાશથી લેવા માંગતા નથી. ભાજપ અને તેના સાથી પક્ષો મજબૂત બહુમતિ સાથે જીતશે તેવી વાત પણ તેમણે કરી હતી.

You might also like