મોદી સરકારના ઈ-ગેજેટ નોટિફિકેશન’ અભિયાનથી બચશે 90 ટન કાગળ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવતાં ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ શહેરી વિકાસ મંત્રલાયે હવે ઇ-ગેજેટ નોટિફિકેશનનો નિર્ણય લીધો છે, તેનાથી 90 ટન કાગળ બચશે એમ કહેવામાં આવી રહ્યું છે. 

કહેવામાં આવ્યું રહ્યું છે કે ઇ-ગેજેટ નોટિફિકેશનના લીધે સરકારી માહિતીપત્રક છાપવામાં સમય લાગશે નહી અને ના તો પ્રિટિંગ પાછળ પૈસા અને કાગળ વેડફવાની જરૂરીયાત પડશે નહી. 

તો બીજી તરફ જનતા અને વિભાગો માટે ફાયદો એ થશે કે ઘરેબેઠાં કે પોતાની જ ઓફિસમાં કોપી ડાઉનલોડ કરી શકશે. કોમ્યુટર દ્વારા કાઢવામાં આવેલી સરકારી માહિતીપત્રકની પ્રિંટ સરકારી વિભાગોમાં માન્ય ગણાશે.   

શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડૂએ આ અંગે મંત્રાલયના આધીન પ્રિંટિંગ પ્રેસ નિર્દેશાલયને નિર્દેશ આપવામાં આવ્યા છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં ઇ-ગેજેટની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. 

અત્યારની સિસ્ટમમાં પરિવર્તન કરનાર વિભાગ કે મંત્રાલય નવા ગેજેટનો આખો ડ્રાફ બનાવીને પ્રિંટિંગ પ્રેસના ડાયરેક્ટરને મોકલે છે, જે તેને પ્રિંટ કરીને તેની કોપીઓ ફરીથી વિભાગોને મોકલે છે.   

આ બધી પ્રક્રિયામાં લાંબા સમય લાગે જ છે, સાથે જ આ પ્રકારના ગેજેટની કોપીઓ કાઢતાં દર વર્ષે 3.50 કરોડ પેજ એટલે કે 90 ટન પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. જો ઇ-ગેજેટ શરૂ થાય છે તો તેનાથી ના ફક્ત પર્યાવરણ દ્રષ્ટિએ આ સારું પગલં6 હશે પરંતુ તેનાથી વાર્ષિક 40 કરોડ રૂપિયાની બચત થશે. 

કહેવામાં આવી રહ્યું છે કે શહેરી વિકાસ મંત્રાલયે પ્રિંટિંગ પ્રેસ ડાયરેક્ટરને કહ્યું છે કે જ્યારે પણ તેની પાસે ગેજેટનો ડ્રાફ પહોંચે, તે તેને પાંચ દિવસની અંદર ઇ-ગેજેટના રૂપમાં તૈયાર કરી દે. જ્યારે ઇ-ગેજેટ તૈયાર થઇ જશે તો કોઇપણ વિભાગ, મંત્રાલય કે લોકો તેને કોમ્પ્યુટર દ્વારા પ્રિંટ કરીને યૂજ કરી શકશે. 

You might also like