મોદી વ્હોર્ટન સ્કૂલની મુલાકાત નહી લે : અગાઉ થઇ હતી સ્પિચ રદ્દ

ન્યૂયોર્ક : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની સર્વોચ્ચ બિઝનેસ સ્કૂલ વ્હોર્ટન નહી જાય. અગાઉ તેમનાં કાર્યક્રમમાં વ્હોર્ટન સ્કુલમાં જવાનું નક્કી હતું પરંતુ હાલમાં જ સરકારી સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મોદી શાળાની મુલાકાત નહી લે. જો કે સરકારી સુત્રો દ્વારા સમયની અછત હોવાનાં કારણે કાર્યક્રમ રદ્દ કરાયો હોવાની માહિતી આપવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે અગાઉ આ જ બિઝનેસ સ્કુલ દ્વારા 2013માં મોદીને પહેલા પોતાનાં વાર્ષિક સમારંભ માટે આમંત્રણ આપ્યા બાદ કેન્સલ કરવામાં આવ્યું હતું. 

સરકારી સૂત્રોનાં અનુસાર વડાપ્રધાન મોદી અમેરિકામાં પોતાનાં વ્યસ્ત શેડ્યુઅલનાં કારણે અમેરિકાની વ્હોર્ટન સ્કૂલમાં નહી જઇ શકે. જેનાં કારણે શાળાને મોદી નહી આવી શકે તે અંગેની ઔપચારિક માહિતી મોકલી અપાઇ છે. જો કે હજી સુધી વ્હોર્ટન સ્કુલ તરફથી કોઇ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

 

You might also like