મોદી વિરુદ્ધ મુખ્યપ્રધાનોનો મોરચો રચવાની પેરવીમાં કેજરીવાલ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ નરેન્દ્ર મોદી વિરુુદ્ધ બિનભાજપ અને બિનકોંગ્રેસી મુખ્યપ્રધાનોનો મોરચો રચવાની કોશિશ કરી રહ્યા છે. કેજરીવાલ આજે પાંચ રાજ્યોના મુખ્યપ્રધાન સાથે બેઠક યોજનાર છે. જોકે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવને આમંત્રણ મળવા છતાં તેમણે આ બેઠકમાં ગેરહાજર રહેવાનો નિર્ણય કર્યો છે. કેજરીવાલ આયોજિત મોદી વિરોધી મુખ્યપ્રધાનોની બેઠકમાં બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાનાર છે. 

આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી સહિત મિઝોરમ અને ત્રિપુરાના મુખ્યપ્રધાનો પણ કેજરીવાલ દ્વારા આયોજિત સેમિનારમાં હાજર રહેનાર છે. મુખ્યપ્રધાન કેજરીવાલ બિન ભાજપ અને બિન કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કો.ઓપરેટિવ ફેડરેલિઝમ પર એક પરિસંવાદનું આયોજન કરી રહ્યા છે. 

You might also like