મોદી બ્રહ્મપિશાચ, સરસવ અને મરચાના ધૂમાડાથી ભગાડીશુઃ લાલુ

નવી દિલ્હી : બિહારમાં રાજકીય ગરમાવો ઊભરાઇ રહ્યો છે પહેલા ચરણના મતદાનમાં માત્ર ત્રણ દિવસ જ બાકી છે. તે પહેલા વ્યક્તિગત આરોપો-પ્રત્યારોપો પણ તેજ થઇ ગયો લાલુ યાદવે ફરી વડાપ્રધાન મોદી પર હુમલો કર્યો તેઓએ મોદી માટે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો.

લાલુએ કહ્યું કે ‘નરેન્દ્રમોદી વડાપ્રધાન બનવાના લાયક જ નથી. આ તો બન્યું એવું કે, લોકો ઘૂમરે ચડયા તેથી તેઓને મત આપ્યો અને વડાપ્રધાન બની ગયા જગ જાહેર છે કે ગુજરાત રમખાણોમાં અટલ બિહારી વાજપેયીએ શું કહ્યું હતું ? આખો દેશ તેના પર થૂ-થૂ કરી રહ્યો છે.

લાલુએ કહ્યું કે બિહારમાં આવીને નીતીશ કુમારને કહ્યું કે અમારો ડીએનએ ખરાબ છે. અમે દલિત વર્ગમાં યદુવંશમાં જન્મ્યા છીએ ચીનને શૈતાન કહ્યા. અમારું અપામાન કર્યું છે. તેઓ પોતે જ બ્રહ્મ પીશાચ છે. અને અમે પિશાચની દવા જાણીએ છીએ.

લાલુએ કહ્યું કે પીળા સરસવ અને મરચાનો ધૂમાડો આપીને અહીંયાથી મોદીને ભગાડીશું દાદરી ઘટના પર આવેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિવેદનને પણ તેઓએ વડાપ્રધાન મોદી સાથે જોડી દીધુ. અરે રાષ્ટ્રપતિની ચિંતા યોગ્ય જ છે. ઇશારો છે. નરેન્દ્ર મોદી પર આ પહેલા લાલુએ વડાપ્રધાન મોદીને નફરત ફેલાવતી ફેકટરી કહી હતી. જયારે મોદીએ લાલુ માટે શૈતાન શબ્દનો ઉપયોગ કર્યો હતો.

You might also like