મોદી જેને ફોલો કરે છે તેવા વ્યક્તિનો ભક્ત હંટર્સે કર્યો શિકાર

નવી દિલ્હી : હાલમાં જ ટ્વિટર પર ભક્ત હંટર્સ નામનું એક નવું અને અનોખુ ટ્વિટર હેન્ડલ આવ્યું છે. જે અમુક ખાસ લોકોનાં ભક્તો દ્વારા પીડિત લોકોની મદદ કરી રહ્યું છે. @BhaktHunters નામથી ચાલતા અજાણ્યા ટ્વિટર હેન્ડલ હાલ સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ભક્ત હન્ટર્સ નામનું આ ગ્રુપ ભલે કોઇ ગુપ્ત લશ્કરનો ભાગ ન હોય પરંતુ તેણે ટ્વિટર પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરનારા લોકોનાં દિલમાં ખોફ પેદા કરી દીધો છે.

આ ગ્રુપ જાણે કે ટ્વિટરનાં દાનવોનો સંહારક બન્યું છે. ભક્ત હંટર્સનો દાવો છે કે તેણે અઠવાડીયાની અંદર 12 ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરાવી દીધા છે. કારણ ? કારણ સ્પષ્ટ છે કે આનાં યુઝર્સ પોતાની હદ કરતા વધારે આગળ વધી ગયા હતા.તેઓ ખુબ  અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા. 

ભક્ત હંટર્સનું કામ કરવાની પદ્ધતી ખુબ જ સામાન્ય છે. જો કોઇ ટ્વિટર એકાઉન્ડ પર આ માઇક્રોવેબસાઇટનાં કાયદાઓને ભંગ થયો જોવા મળે તો તેઓ આનાં સ્ક્રિનશોર્ટ્સ લઇને અને વિવિધ રીતે ટ્વિટરને આ એકાઉન્ટ અંગે જાણ કરે છે.

ભક્ત હંટર્સનો અત્યાર સુધીનો સૌથી મોટો શિકાર કર્યો છે. તેમણે એક એવા ટ્વિટર હેન્ડલરને થોડા સમય માટે સસ્પેન્ડ કરી દીધો જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ફોલો કરી રહ્યા હતા. જો કે જ્યારે આ ટ્વિટર હેન્ડલ ફરીથી સક્રિય થયું તો ભખ્ત હંટર્સે તેને વોર્નિંગ આપી હતી અને જણાવ્યું હતું કે અમારી નજર સતત તમારા પર છે.

ભક્ત હંટર્સ જ્યારે શિકાર પર નથી હોતા ત્યારે તે પોતાનાં ભક્તોને જ્ઞાન આપે છે કે ભક્તોએ કઇ રીતનું વર્તન રાખવું. ટ્વિટર અને અન્ય સોશ્યલ મીડિયા પર કઇ રીતે શાલીન વર્તન કરવું. અત્યાર સુધીમાં આ ગ્રુપનાં ભક્તોની સંખ્યા અઢી હજારની આસપાસ છે. 

You might also like