મોદી ચા વેચતા હતા કે ખાલી દાવાઓ કરે છે : રાહુલનો સણસણતો સવાલ

ચંપારણ : બિહારમાં ચૂંટણીની જાહેરાત થયા બાદ કોંગ્રેસનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ચંપારણમાં પ્રથમ રેલી સંબોધી હતી. આ રેલીમાં જો કે લાલુ અને નીતીશ આવ્યા નહોતા. લાલુનો પુત્ર તેજસ્વી યાદવ રાહુલની સાથે મંચ પર હાજર રહ્યો હતો. રાહુલ જ્યારે શનિવારે બપોરે પટના એપોર્ટ પર પહોંચ્યા તો બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે તેની આગેવાની કરી હતી. કોંગ્રેસ અને લાલુ બંન્નેએ બિહારમાં નીતીશ કુમારને મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર જાહેરા કર્યા છે. 

રેલીને સંબોધિત કરતા રાહુલે મોદી પર જ હૂમલો કર્યો હતો. રાહુલનું સંપુર્ણ ભાષણમાં માત્ર મોદી જ છવાયેલા રહ્યા. કોંગ્રેસ ઉપાધ્યક્ષ એકવાર ફરીથી મોદી સરકારને સુટબુટની સરકાર ગણાવી હતી. 

રાહુલે કહ્યું કે, લોકોને કહે છે કે પોતે ચા વેચતા હતા. ખબર નહી તેમાં કેટલું સાચું છે કે કેટલું ખોટું. હજી થોડા સમય પહેલા જ મોદીએ દેશનાં અર્થતંત્ર પર વાતચીત કરવા માટે મીટિંગ બોલાવી હતી. તમામ લોકો સુટબુટમાં હતા. મોંઘા કપડા, મોંઘી ધડિયાળો, મોંઘી પેનની સાથે આ લોકો દેશનાં અર્થતંત્ર, ગરીબી અને રોજગાર પર ચર્ચા કરી રહ્યા હતા. સ્વચ્છતા અભિયાનમાં પણ સફાઇ કર્મચારીનાં બદલે મોટા મોટા અધિકારીઓ ભેગા થઇને માત્ર સફાઇની વાતો કરે છે. 

રાહુલે કહ્યું કે મોદી ચા વેચતા હતા પછી ધીમે ધીમે તેમનાં તન પર કુર્તો આવ્યો અને હવે અચાનક 15 લાખ રૂપિયાનો સુટ આવ્યો. એક ગાંધીજી હતા કે જેઓ કપડા ઉતારતા હતા.બીજી તરફ મોદી કપડા લાદી રહ્યા છે. ખબર નહી મોદી ચાની દુકાન પર કામ કરતા પણ હતા કે નહી ?  મોદી પોતાનાં સુટબુટવાળા મિત્રો સાથે રોજગાર આપવાની વાતો કરે છે. ખેતી સુધારાની વાતો કરે છે. ગત્ત ચૂંટણીમાં મોદીજી આવ્યા હતા. ચેમણે ચંપારણમાં ખાંડની મિલોને ફરી બેઠી કરવાનું વચન આપ્યું હતુ. હું પુછું છું કે ખાંડની તે ફેક્ટરીનું પછી શું થયું. 

રાહુલે કહ્યું કે મોદી પણ જમીન અધિગ્રહણ કાયદો લાવ્યા ત્યારે તેઓ અંગ્રેજી સરકાર જેવું શાસન લાવવા માંગતી હતી. પરંતું આ ચંપારણની ભુમી છે જ્યાંથી શરૂ કરીને ગાંધીજીએ  અંગ્રેજી સરકારને ઉઠાવી ફેંકી હતી તેવી જ રીતે બિહારનાં ચંપારણમાંથી ફરીએકવાર ફરી સુટબુટની અંગ્રેજી સરકારને ફગાવી દેવાનો સમય આવી ગયો છે. 

You might also like