મોદી-ઓબામા હોટલાઇન પર કરશે વાતચીત

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા તેમજ બંને દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે હોટલાઇન સેવાનો પ્રારંભ થઇ ગયો છે. આ સાથે જ ભારત રૂસ, બ્રિટેન અને ચીન પછીનો ચોથો એવો દેશ બની ગયો છે જે અમેરિકા સાથે હોટલાઇન પર વાતચીત કરશે. જો કે ભારત-અમેરિકાએ હોટલાઇન સેવાનો ઉપયોગ હજી સુધી કર્યો નથી. ઓબામાના વિશેષ સલાહકાર અને વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના દક્ષિણ એશિયાના વરિષ્ઠ નિદેશક પીટર આર લેવોયે જણાવ્યું હતું કે આ હોટલાઇન સેવા શરૂ થઇ ગઇ છે પરંતુ હજુ સુધી તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે પ્રજાસત્તાક દિવસ ઉજવણીના મુખ્ય મહેમાન તરીકે આવેલ બરાક ઓબામાએ દિલ્હી ખાતે હોટલાઇન સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. વિશ્વના બે મોટા લોકતાંત્રિક દેશ વચ્ચે હોટલાઇન અથવા પ્રત્યાયન સુરક્ષિત લાઇનની સ્થાપના ઓબામા અને મોદીના પ્રયત્નનો એક ભાગ છે.

You might also like