મોદી એવું દેખાડી રહ્યા છે કે દેશમાં બધુ માત્ર 15 મહિનામાં જ થયું

નવી દિલ્હી : યુએઇ યાત્રા દરમિયાન આજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પૂર્વની યૂપીએ સરકાર પર કટાક્ષ કર્યા બાદ કોંગ્રેસનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે. વડાપ્રધાન દ્વારા મસ્દરમાં ઇન્વેસ્ટ સમિટને સંબોધિત કરતા સમયે વિંજાયેલો ચાબખો કોંગ્રેસને ખરેખરો ચચર્યો છે. કોંગ્રેસનાંવરિષ્ઠ નેતા આરપીએન સિંહે વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ જ્યારે પણ વિદેશ યાત્રા પર જાય છે ત્યારે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે. 

આરપીએન સિંહે કહ્યું કે વડાપ્રધાન મોદી દુનિયાને જણાવવા માંગે છે કે ભારતમાં અત્યાર સુધીમાં જે કાંઇ થયું તે માત્ર છેલ્લા 15 મહિનામાં જ થયું છે. તે અગાઉ તો સરકારે કાંઇ પણ કર્યું જ નથી. પાકિસ્તાનની સાથે પ્રસ્તાવિત મંત્રણા મુદ્દે આરપીએન સિંહે સવાલ ઉઠાવ્યા હતા. તેઓએ કહ્યું કે આવી તંગ પરિસ્થિતીમાં પણ પાકિસ્તાન સાથે મંત્રણા શક્ય છે ? એવા સમયે જ્યારે પાકિસ્તાન આપણા સૈનિકો અને નિર્દોષ નાગરિકોની હત્યાઓ કરી રહ્યું છે. ત્યારે બંન્ને દેશોનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચેની બેઠક કેટલી હદે યોગ્ય છે ? 

એક તરફ કોંગ્રેસી નેતા આનંદ શર્માએ કહ્યું કે વડાપ્રધાન મોદીને તે યાદ અપાવવાની જરૂર છે કે તેમની પહેલા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇ 1998,2001 અને 2003માં ખઆડી દેશોની મુલાકાત લઇ ચુક્યા છે. તેમની પહેલા ડૉ. મનમોહન સિંહ પણ નવેમ્બર, 2008માં કતર, ઓમાન ઉપરાંત ફેબ્રુઆરી 2010માં સાઉદી અરબની મુલાકાત લીધી હતી. 

You might also like