મોદીનો લાલ કિલ્લા પરથી હુંકાર 'સ્ટાર્ટ અપ ઇન્ડીયા, સ્ટેન્ડ અપ ઇન્ડીયા' 

નવી દિલ્હીઃ દેશભરમાં 69માં સ્વતંત્રતા દિવસ ખુબ જ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યો હતો. લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી વખત રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. તે અગાઉ નરેન્દ્ર મોદીએ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને આઝાદીની શુભકામનાઓ આપી હતી. મોદીએ રાજઘાટ પર પહોંચીને ગાંધીજીને શ્રદ્ધાંજલી આપી હતી.

વડાપ્રધાન મોદીએ શનિવારે સવારે નવી દિલ્હી લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યું હતું સાથે સાથે પોતાની સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી. મોદીએ જનતાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે સવાસો કરોડ દેશવાસીઓએ એક ટીમની જેમ કામ કરવું પડશે. લોકોની ભાગીદારીએ જ દેશની સૌથી મોટી મુડી છે. આજે વિશ્વની સૌથી મોટી લોકશાહીની સ્વતંત્ર સવાર છે. ગત્ત વર્ષે હું અહી નવો હતો. આશાઓ હતી અને સપના હતા. એક વર્ષમાં ભારતીયોને પણ વિશ્વાસ થઇ ચુક્યો છે કે સપનાઓ પુરા થઇ શકે છે. 

વડાપ્રધાન મોદીએ પૂર્વ સૈનિકોની માંગ અંગે કહ્યું કે સેનાના જવાનોને ભારતનાં નાગરિકો વહી ત્રિરંગાની સમક્ષ લાલ કિલ્લા પરથી હું જાહેરાત કરૂ છું કે સૈદ્ધાંતિક રીતે વન રેન્ક વન પેન્શનનાં પક્ષમાં છું. આ અંગે નિર્ણય ટુંક જ સમયમાં લેવામાં આવશે. હાલ તેનાં પર કાર્યવાહી ચાલી જ રહી છે. 

સ્વતંત્રતા દિવસે નવા નવા નારાઓ આપવા માટે પંકાયેલા મોદીએ આ વખતે ‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા’નો નારો આપ્યો હતો. મોદીએ આશા વ્યક્ત કરી કે સ્ટાર્ટ અપ બાબતે તે દેશને પ્રથમ હરોળમાં લઇ જવા માંગે છે. દેશની દરેક બેન્ક પોતાનાં વિસ્તારનાં એક આદિવાસી અથવા તો દલિતને ધંધો ચાલુ કરવા માટે શક્ત તેટલી મદદ કરે અને સ્ટાર્ટ અપ કલ્ચરને પ્રોત્સાહન આપે. દલિતો અને આદિવાસીઓ બાદ મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવે. જો આમ થશે તો જોત જોતામાં દેશ ટોચ પર પહોંચશે.

વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે સરકારનાં 15 મહિનાં થઇ ચુક્યા છે પરંતુ હજી એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનું સરકાર પાસે નથી આવ્યું. તે ઉપરાંત 10 હજાર કરોડ રૂપિયા પ્રિવેન્શન ઓફ મનિ લોન્ડરીંગ હેઠળ શોધી કાઢવામાં આવ્યા છે. 

મોદીનાં વક્તવ્યનાં મુખ્ય અંશો ….વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનના મુખ્ય મુદ્દા…

૦ કાળા ધન માટે અમે મહત્વપૂર્ણ પગલા ભર્યા

૦ અમે અનેક દેશો સાથે કાળા નાણાં મુદ્દે ચર્ચા કરી.

૦ કાળા નાણાં મામલે અમે કઠોર કાયદો બનાવ્યો.

૦ કાળુ ધન લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે

૦ દેશમાં ભ્રષ્ટાચાર ઉધઇ સમાન

૦ ૧૫ હજાર કરોડની ગેસની સબસીડી બંધ કરાવી

૦ ગ્રાહકોના ખાતામાં સીધી સબસીડી પહોંચાડી

૦  ૨૦ લાખ લોકોએ ગેસ સબસીડી છોડી

૦ ૧૫ મહીનામાં સરકાર પર ભ્રષ્ટાચારનો એકપણ આરોપ નહીં.

૦ રૂ. ૫૦ હજાર કરોડ કૃષિ માટે ફાળવાશે.

૦ મોંઘવારીનો દર નીચો લાવવામાં સરકાર સફળ

૦ ફર્ટિલાઇઝરનાં કારખાનાં પૂર્વવત કરાશે

૦ યુરિયાનાં ચાર કારખાનાં પૂર્વભારતમાં બનાવાશે.

૦ ગેસ પાઇપલાઇન પૂર્વી ભારતમાં પહોંચાડીશું.

૦ જવાન જેટલું મહત્વ ખેડુતનું પણ

૦ કૃષિ મંત્રાલયને કૃષિ અને કિસાન મંત્રાલયનાં નામથી ઓળખાશે.

૦ કૃષિ જેટલું મહત્વ કિસાન કલ્યાણનું પણ

૦ યુવાનો માટે નવી નોકરીની તકો ઉભી કરાશે

૦ સ્ટાર્ટ અપ ઇન્ડીયા, સ્ટેન્ડ અપ ઇન્ડીયા

૦ પીએમ મોદીએ બેન્કોને યુવાનોને રોજગારી માટે લોન આપવાની અપીલ કરી

૦ આદીવાસીઓના વિકાસ માટે ૬ હજાર કરોડ

૦ વન રેન્ક, વન પેન્શનનો સૈધ્ધાંતિક રૂપથી સ્વીકાર

You might also like