મોદીની યાત્રા પહેલાં અમેરિકા સાથે અબજો ડોલરની સમજુતિ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની ઐતિહાસિક યાત્રા પહેલાં જ અમેરિકા સાથે એક મહાકાય સમજુતીને લીલીઝંડી આપી દેવામાં આવી છે. સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ આજે અમેરિકન મહાકાય ઉડ્ડયન કંપની બોઈંગ સાથે ૨૨ અપાચે એટેક હેલિકોપ્ટર અને ૧૫ શિનુક હેવી લિફ્ટ હેલિકોપ્ટરોને પણ લીલીઝંડી આપી દીધી છે. કેબિનેટની બેઠક બાદ સીસીએસની બેઠક યોજાઈ હતી.

જેમાં અનેક પાસા પર ચર્ચા વિચારણા થઈ હતી. અપાચે અને શિનુક   હેલિકોપ્ટર માટેની સમજુતિને લીલીઝંડી આપી દેવામાં આવી છે. સંરક્ષણ ક્ષેત્રમાંતમામ લોકો આ સમજુતિને લઈને અપેક્ષા રાખી રહ્યા હતા. આ સમજુતિ આશરે ૨.૫ અબજ ડોલરની હોઈ શકે છે. વર્ષ ૨૦૧૩થી આ સમજુતિ પેન્ડીંગ થયેલી હતી. કિંમતોને લઈને વાતચીત ચાલી રહી હતી. આ વર્ષે જુનમાં અમેરિકાના સંરક્ષણ પ્રધાન એસ્ટોન કાર્ટરની ભારત યાત્રા દરમિયાન સમજુતિ પર હસ્તાક્ષર કરવામાં આવનાર હતા. અપાચે માટેની સમજુતિ 

હાઈબ્રિડ પૈકીની છે. હેલિકોપ્ટર માટે બોઈંગ સાથે સમજુતિ કરવામાં આવનાર છે. અમેરિકા દ્વારા ભારતમાં તેની ઉપસ્થિતિ વધારવામાં આવી રહી છે. ભારતના સંરક્ષણ માર્કેટમાં તેની ઉપસ્થિતિ સતત વધી રહી છે. અમેરિકન કંપનીઓએ છેલ્લા દશકમાં ભારત પાસેથી ઘણા બધા સંરક્ષણ કોન્ટ્રાક્ટરો મેળવી લીધા છે, જે ૧૦ અબજ ડોલરની આસપાસના છે. જેમાં પી-૮૧ મેરિટાઈમ વિમાનો, સી-૧૩૦જે સુપર હર્ક્યુલસ અને સી-૧૭ ગ્લોબમાસ્ટર-૩નો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમેરિકા જવા માટે રવાના થઈ રહ્યા છે.

તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હાજરી આપનાર છે. ૨૨ અપાચે હેલિકોપ્ટર સૌથી અતિ આધુનિક મલ્ટીરોલ વિમાન પૈકીના છે, તેમાં અતિ આધુનિક વિશેષતાઓ રહેલી છે. જેમાં તમામ હવામાનમાં કામગીરી કરવાની ક્ષમતા તથા રાત્રે પણ લડવાની ક્ષમતાનો સમાવેશ થાય છે.એક મિનિટથી પણ ઓછા સમયગાળાની અંદર તે ૧૨૮ ટાર્ગેટ પર હુમલા કરી શકે છે. ઉપરાંત અતિઆધુનિક સેન્સર્સ તેમાં લાગેલા છે. વિઝ્યુઅલ રેન્જની મિસાઈલ પણ તેમાં રહેલી છે.

 

You might also like