મોદીના ગામમાં બાળકો બેગ લીધા વગર સ્કૂલે જશે, ચાલશે થ્રીડી ક્લાસ

વારાણસીઃ જયાપુરની પ્રાથમિક વિદ્યાલય ખૂબ જ જલદી સ્માર્ટ ક્લાસરૂમમાં બદલાઈ જશે. અહીં અાવનાર બાળકોઅે સ્કૂલબેગનું વજન ઉઠાવવું નહીં પડે. થ્રીડી ક્લાસમાં બેસીને તેઅો સ્માર્ટ લર્નિંગનો ભાગ બનશે. ગામનાં બાળકો બ્લેક બોર્ડના બદલે ડિજિટલ સ્ક્રીન પર ભણશે. થ્રીડી બોર્ડ પર એનિમેશન ફિલ્મો દ્વારા બાળકોને ભણાવવામાં અાવશે. 

સ્માર્ટ લર્નિંગ ક્લાસ ન્યૂઝીલેન્ડની સંસ્થા થ્રીડીઅાઈ સ્ક્રીનની મદદથી સંચાલિત થશે. ન્યૂઝીલેન્ડની ટીમ અાવતી કાલે ૧૫ અોગસ્ટના દિવસે પીએમઅે દત્તક લીધેલા ગામ જયાપુર પહોંચશે. અહીં પહેલા ધોરણથી ૮મા ધોરણનાં બાળકોના અભ્યાસની સાથે તેમના વ્યક્તિત્વ વિકાસ પર પણ સંસ્થાના નિષ્ણાતો નજર રાખશે. થોડા દિવસ બાદ બાળકોને એનિમેશન ડિઝાઈન પણ ‌શિખવાડાશે. 

ભવિષ્યમાં બાળકોને રોજગાર અપાવવામાં પણ મદદ કરવામાં અાવશે. સ્માર્ટ લર્નિંગ ક્લાસમાં સામેલ બાળકો પાસે કોઈ ફી નહીં લેવાય. અા સમગ્ર અભિયાન મફતમાં ચલાવાશે. ન્યૂઝીલેન્ડની સંસ્થા વિશ્વભરમાં ઘણીબધી સ્કૂલોમાં સ્માર્ટ ક્લાસ ચલાવે છે. ભારતમાં કંપની છેલ્લાં બે વર્ષથી કામ કરી રહી છે. કંપનીના ગ્લોબલ હેડ દર્શન શેટ્ટી બે મહિના પહેલાં વારાણસી અાવ્યા હતા. અા દરમિયાન તેઅો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દત્તક લીધેલા ગામ જયાપુર પણ ગયા. ત્યાંની સરકારી સ્કૂલમાં ભણનાર બાળકોને પણ મળ્યા.

જયાપુરમાં થયેલાં વિકાસકાર્યોથી તેઅો ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે દિલ્હી પહોંચીને કંપનીના લોકો સાથે વાતચીત કરી અને જયાપુરમાં સ્માર્ટ ક્લાસીસ ચલાવવાનો નિર્ણય લીધો. તેમની એક ટીમ ૧૫ અોગસ્ટના રોજ જયાપુર પહોંચશે. 

પહેલા તબક્કામાં મહિનામાં બે કલાકનો એક ક્લાસ શરૂ કરાશે. બાદમાં બે ક્લાસ એકસાથે ચાલશે. દર્શન શેટ્ટીનું કહેવું છે કે જયાપુર ગામમાં સરકારી સ્કૂલ કે કોઈ અન્ય સ્થાન સ્માર્ટ લર્નિંગ માટે નક્કી કરાશે. પહેલા ધોરણથી ૮મા ધોરણ સુધીનાં બાળકોને અેનિમેશન અને ડિજિટલ મીડિયા દ્વારા ભણાવવામાં અાવશે. અાગળ જતાં તેમને રોજગારીનાે અવસર  મળી રહે તે રીતનું શિક્ષણ અપાશે.

 

 

 

 

 

 

You might also like