મોદીનાં સંસદીય વિસ્તારમાં જ ભાજપમાં ગાબડું : 300 રાજીનામાં એકસાથે

વારાણસી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સંસદીય વિસ્તાર વારાણસીમાં ગણેશજીની પ્રતિમાનાં વિસર્જનનાં મુદ્દે થયેલ બબાલ બાદ ભાજપનો આંતર્કલહ હવે સપાટી પર આવી રહ્યો છે. સુત્રોનાં અનુસાર અહીં લગભગ 300 લોકોએ સામુહિક રીતે ભાજપમાંથી રાજીનામાં ધરી દીધા છે. ત્યારે બીજી તરફ પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેયીએ કહ્યું કે ઘણા લોકો રાજીનામાં આપવા માટે આવી પહોંચ્યા હતા, પરંતુ હવે તેઓ સંતુષ્ટ છે.

ગણેશજીની પ્રતિમાનાં વિસર્જનનાં મુદ્દે બનારસમાં સંતો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે ભાજપનાં મહાનગર એકમની નિષ્ક્રિયતાનાં વિરોધમાં શનિવારે 300 લોકોએ એક સાથે પાર્ટી કાર્યાલય પર રાજીનામું ધરી દીધું હતું. પાર્ટી પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેયી આજે બનારસમાં હતા. આ દરમિયાન તમામ લોકોએ પોતાનાં સામુહિક રાજીનામાં ધરી દીધા હતા. સૂત્રોનું કહેવું છે કે તમામ લોકોનાં રાજીનામાં મંજુર કરી લેવામાં આવ્યા છે. 

પાર્ટી પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેયીએ જણાવ્યું કે આ મુદ્દો માત્ર એટલો જ નથી કે કાર્યકર્તાઓ તેમની પાસે ફરિયાદ લઇને આવ્યા. તેમનું કહેવું હતું કે ગણેશ પ્રતિમાનાં વિસર્જન દરમિયાન સંતો પર થયેલા લાઠીચાર્જમાં સંગઠને તેમનો સાથ નહોતો આપ્યો. વાજપેયીએ કહ્યું કે એવું નથી. પાર્ટી આ મુદ્દે સંપુર્ણ સક્રિય છે. જેલમાં રહેલા ઘણા સંતોનાં જામીન મંજુર કરાવાયા છે. તેમનાં પર લગાવાયેલી વિવિધ કલમોને પણ હળવી કરાવવા માટેનાં પર્યાસો કરાઇ રહ્યા છે. 

You might also like