મોદીનાં ખોટા વચનો પર બિહારની ભોળી પ્રજા ભરોસો ન રાખે : સોનિયા

ભાગલપુર : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આજે સીધો હૂમલો કરતા કહ્યું કે તેમનાં વચનો પર ભરોસો કરી શકાય નહી. ગાંધીએ કહ્યું કે બિહારનાં કહેલગાંવ વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. ગાંધીએ કહ્યું કે મોદીનાં ખોખલા વચો પર ભરોસો કરી શકાય નહી. તેમણે વિપક્ષ શાસિત રાજ્યો સાથે મોદીનાં ભેદભાવભર્યા વર્તનનો પણ આરોપ લગાવ્યો હતો. કેન્દ્રની ખોટી નીતીઓનાં કારણે જ હાલ બેરોજગારીમાં વધારો થયો હોવાનો આરોપ લગાવ્યો હતો. 

કોંગ્રેસ અધ્યક્ષે વડાપ્રધાનની વિદેશી મુલાકાત અંગે પણ સવાલ પેદા કર્યા હતા. તેમણે કહ્યું કે મોદી દેશમાં ઓછા અને વિદેશમાં રહે છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે મોદીને મોટા મોટા લોકોનાં ગળે મળવાનો શોખ છે. 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંધનાં પ્રમુખ મોહન ભાગવતની અનામતની નીતીની સમીક્ષા અંગેની કોમેન્ટ પર પણ તેમણે વિરોધ વ્યક્ત કર્યો હતો. સોનિયાએ જણાવ્યું કે તે અનામતનાં મુદ્દે પછાત જાતીઓ અને જનજાતીઓની પડખે મજબુત દિવાલની જેમ ઉભા છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન દુષ્પ્રચાર કરીને કોંગ્રેસને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

You might also like