મોદીજીની વિદેશ યાત્રાથી દેશને શું પ્રાપ્ત થયું ?: કેજરીવાલ

નવી દિલ્હી : દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રાઓ પર નિશાન સાધ્યું છે. તેમણે સવાલ કર્યો હતો કે મોદીની વિદેશ યાત્રાઓથી દેશને અત્યાર સુધી શું પ્રાપ્ત થયું ? કેજરીવાલે વડાપ્રધાન મોદીને ભારતમાં રોકાણ માટે અલગથી એક એક કંપની પાસે મંદદ માંગવા માટે જવાની પણ સલાહ આપી હતી. તેમણે ટ્વિટ કર્યું કે વડાપ્રધાન મોદીની અમેરિકાની યાત્રા પુરી થઇ ગઇ છે. હવે વિચારવાનો સમય છે કે દેશમાં તેમની યાત્રાથી શું પ્રાપ્ત થયું ? 

કેજરીવાલે તે અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી કે શું ભારતનાં વડાપ્રધાનને તે વસ્તું શોભે છે કે તેઓ અલગ અલગ કંપનીઓ પાસે જઇને ભારતમાં રોકાણ કરવા માટે વિનંતી કરે. તે લોકોને અપીલ કરે કે તમે લોકો ભારતમાં રોકાણ કરો. કેજરીવાલ આ આખુ અઠવાડીયુ માત્ર મોદીનાં મેક ઇન ઇન્ડિયાની જ ઝાટકણી કાઢતા રહ્યા. તેમણે કહ્યું કે મેક ઇન ઇન્ડિયાનાં બદલે મોદીએ મેક ઇન્ડિયા પર વધારે કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે દેશનાં મુળભુત ઢાંચાનો વિકાસ કરવાની જરૂર છે.

દેશમાં શિક્ષણ, સ્વાસ્થ, જળ, ન્યાય અને મુળભુત ઢાંચાઓમાં ઘણા ફેરફાર કરવાની જરૂર છે. તેમણે ચીનનું ઉદાહરણ આપતા કહ્યું કે પહેલા ચીને પોતાનું માળખુ સુધાર્યું પછી મોટા મોટા કોર્પોરેટ્સ આપોઆપ ચીનમાં રોકાણ કરવા માટે દોડી આવ્યા. 

You might also like