મોદીએ લોકો સાથે ઠગાઈ કરી છે : રામ જેઠમલાણી

નવીદિલ્હી : જાણિતા વકીલ અને કોઇ સમયે ભાજપના સભ્ય તરીકે રહી ચુકેલા રામ જેઠમલાણીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મોદીએ દેશના લોકો સાથે છેતરપિંડી કરી છે તેમને સજા થવી જોઇએ. રાજ્યસભાના પૂર્વ સભ્ય જેઠમલાણીએ કહ્યું હતું કે, જો તેમને વોટ કરવા માટે કહેવામાં આવે તો તેઓ જેડીયુના નેતા નીતીશ કુમારને મત આપશે. નીતીશ કુમાર સરકાર ફરી સત્તા મેળવે તેવી તેઓ ઇચ્છા રાખે છે. મોદીને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડે તેવી ઇચ્છા તેમની રહેલી છે. જૂન મહિનામાં મોદી સાથે તેમના સંબંધો તુટી ગયા હતા.

ત્યારબાદથી મોદીની તેઓ વ્યાપક ટિકા કરતા રહ્યા છે.જ્યારે લોકસભા ચૂંટણી પ્રચારની વાત હતી ત્યારે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સૌથી વધારે ટેકો આપનારમાં રામ જેઠમલાણી રહ્યા હતા. જો કે, જેઠમલાણીની મોડેથી ભાજપમાંથી હકાલપટ્ટી કરાઈ હતી. ચીફ વિજિલન્સ કમિશનર તરીકે સીબીડીટીના પૂર્વ ચેરમેન કેવી ચૌધરીની નિમણૂંકનો પણ જેઠમલાણીએ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ સુપ્રીમ કોર્ટમાં સરકાર સામે લડત ચલાવશે.

 

 

You might also like