મોદીએ બિહારને આપી દોઢ લાખ કરોડ રૂપિયાની ભેટ

પટના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEથી પરત ફર્યા બાદ બિહારમાં ચૂંટણી કાર્ડ રમી નાખ્યું. બિહાર સહરસામાં જે જાહેરાતની રાહ જોઇ રહ્યું હતું, મોદી તેની જાહેરાત આરામાં કરી દીધી. તેમણે બિહારને કુલ 1.65 લાખ કરોડ રૂપિયાની આપવાની જાહેરાત કરી. 

તેમાં સવા લાખ કરોડ રૂપિયાનું વિશેષ પેકેજ છે, જ્યારે 40 હજાર કરોડ અટકી પડેલા પ્રોજેક્ટને પુરા કરવા માટે છે. આ જાહેરાત બાદ ફરીથી સત્તામાં આવવાનું સપનું જોઇ રહેલા મુખ્યમંત્રી નીતીશ કુમાર પાસે હવે વિશેષ પેકેજ પર મોદી સરકારને ધેરવાનું  બહાનું બચ્યું નહી. 

નરેન્દ્ર મોદીએ ભોજપુરીમાં ભાષણની શરૂઆત કરી. તેમણે કહ્યું હતું કે ‘સબ લોગન પ્રણામ’ મોદી 2200 કરોડ રૂપિયાના નેશનલ હાઇવે પ્રોજેક્ટનું ઉદઘાટન કરવા માટે આરા આવ્યા હતા. ત્યારબાદ તે બપોરે 2 વાગે તે સહરસામાં પરિવર્તન રેલીને સંબોધિત કરશે. 

નરેન્દ્ર મોદી નીતીશ કુમાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે દિલ્હીની સરકાર ટુકડાઓમાં વિચારતી નથી. નીતીશ કુમારે સોમવારે જ મોદી સરકાર પર ટુકડામાં મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો. 

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગત વખતે મેં કહ્યું હતું કે બિહારને બિમારું રાજ્યમાંથી બહાર કાઢવું છે. આ મુદ્દે મુખ્યમંત્રી નારાજ થઇ ગય હતા. એક તરફ કહે છે કે અમે બીમારું નથી. અને બીજી તરફ કહે છે કે અમને આ આપો તે આપો. બીમારું નથી તો પેકેજ કેમ માંગે છે?

નરેન્દ્ર મોદીએ નીતીશ કુમાર પર તીર તાકતાં કહ્યું હતું કે બિહારનું સ્વાભિમાન દાવ પર લગાવીને યુપીએ સરકાર પાસે માંગવા ગયા. પરંતુ રડતા બાળકની માફક ચોકલેટ અપાવીને ચૂપ કરાવી દીધા. 

નરેન્દ્ર મોદીએ કહ્યું કે યુપીએ સરકારે 12,000 કરોડનું પેકેજ આપ્યું હતું. બિહાર સરકાર તેમાંથી ફક્ત 4000 કરોડ જ ખર્ચી શકી. વાજપાઇ સરકારનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે 2003માં બિહારને 10 હજાર કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું હતું. પરંતુ અહીંની સરકાર 2013 સુધી તેમાંથી 9 હજાર કરોડ જ ખર્ચ કરી શકી. 

નરેન્દ્ર મોદીએ દલિત વોટ બેંકને ધ્યાનમાં રાખતાં 15 ઓગસ્ટના રોજ પોતાના ભાષણની વાતનું પણ પુનરાવર્તન કર્યું હતું. તેમણે સ્ટાર્ટ અપ ઇન્ડિયાનો અર્થ સમજાતાં કહ્યું કે દરેક બેંક ઓછમાં એક દલિતને ઉદ્યોગ માટે લોન આપે. 

નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગડકરીએ મહારાષ્ટ્રમાં ફ્લાઇઓવરમેનની ઓળખ બનાવી હતી. હવે તે બિહારના ખૂણે-ખૂણાને દેશના ખૂણે-ખૂણા સાથે જોડશે. રોડ પરિવહન મંત્રી નીતીન ગડકરી પણ તેમની સાથે હતા. નીતીન ગડકરીએ કહ્યું કે હું બિહારની આ ધરતી પર જે પણ કહીશ તે દરેક વાત પુરી થશે. 

પટના એરપોર્ટ પર પહોંચતાં નીતીશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. તે પટનાથી હેલિકોપ્ટર દ્વારા આરા પહોંચ્યા. આરામાં 2200 કરોડના પ્રોજેક્ટનું ઉદઘાટન  સહરસામાં રેલી પહેલાં મોદી આરામાં પટનાથી બક્સર વચ્ચે ફોર લેન રોડનો શિલાન્યાસ કરશે. તેનો ખર્ચ 2200 કરોડ રૂપિયા છે. ત્યરબાદ તે સહરસામાંન રેલીને સંબોધિત કરશે. 

 

 

You might also like