મોટા માથાઓને બચાવવા મને ફસાવાયો : આસિમ ખાન

નવી દિલ્હી : ભ્રષ્ટાચારનાં આરોપમાં બર્ખાસ્ત કરવામાં આવેલ દિલ્હીનાં મંત્રી આસિમ અહેમદ ખાને પોતાની પાર્ટી પર જ આરોપો લગાવ્યા હતા. પોતાની સ્પષ્ટતા રજુ કરતા તેમણે મુખ્યમંત્રી કેજરીવાલ પર પણ છાંટા ઉડાડ્યા હતા. આસિમે આરોપ લગાવ્યો કે તેની વિરુદ્ધ કાવત્રું રચવામાં આવ્યું છે. અન્ય કોઇ મોટા માથાને બચાવવા માટે તેનો ભોગ લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ઓડિયો ટેપમાં જે વ્યક્તિને વચેટિયો કહીને રજુ કરવામાં આવી રહ્યો છે. તે વ્યક્તિ આમ આદમી પાર્ટીનો જ વ્યક્તિ શકીલ મલિક છે. આસિમે કહ્યું કે રાજીનામું લખાવી લેવામાં આવ્યા બાદ પાર્ટીનાં મોટા નેતાઓએ અઢી કલાક સુધી તેની વિરુદ્ધ કાવત્રુ રચ્યું હતું. 

આસમિનું કહેવું હતું કે તેણે ન તો કોઇ વ્યક્તિ પાસે રકમ માંગી કે ન તો લીધી. આસિમનો દાવો છે કે જે ઇમારત માટે તેની પાસેથી પૈસા લેવાનો આરોપ લગાવવામાં આવ્યો. તેનાં માલિકનું નામ જાવેદ છે અને તે પણ પ્રેસ કોન્ફરન્સમાં હાજર છે. 

આસિને કહ્યું કે તેને હટાવવા માટેની પ્રેસ કોન્ફરન્સ પહેલા તેને ડોઢ કલાક સુધી આપનાં નેતાઓએ એક મીટિંગમાં વ્યસ્ત રાખ્યો હતો. તેણે કહ્યું કે તે એક-બે દિવસમાં મોટો ખુલાસો કરશે. જો કે આસિમની પ્રેસ કોન્ફરન્સ અંગે આપ નેતા દિલીપ પાંડેએ કહ્યુ કે તેણે તમામ પુરાવાઓ સીબીઆઇને સોંપી દીધા છે. હવે આગળની વાત સીબીઆઇ જ તપાસ કરશે. 

You might also like